Tuesday, December 24, 2024
Homeરાષ્ટ્રીયદેશનું રાજકારણ કયારેય અપરાધમુકત નહીં થાય : સુપ્રિમકોર્ટ

દેશનું રાજકારણ કયારેય અપરાધમુકત નહીં થાય : સુપ્રિમકોર્ટ

સુપ્રિમકોર્ટના જજે એમ કહીને હાથ ઉંચા કર્યા કે ‘અફસોસ છે કે, અમે કાનૂન બનાવી નથી શકતા’ : રાજકીય પક્ષોને નથી કાનૂન બનાવવામાં રસ કે નથી સ્વચ્છ ઉમેદવાર લાવવામાં

- Advertisement -

સુપ્રિમ કોર્ટે જણાવ્યુ છે કે અમને પાક્કો વિશ્ર્વાસ છે કે સંસદ કે વિધાનસભા કદી રાજનીતિમાંથી અપરાધીકરણને મુકત નહી કરે. અમને એ બાબતનો પણ વિશ્ર્વાસ છે કે નજીકના ભવિષ્યમાં નહિ પરંતુ ભવિષ્યમાં કદી તે આવુ નહિ કરે. સુપ્રિમ કોર્ટે એ બાબત પર અફસોસ વ્યકત કર્યો હતો કે કોઈપણ પક્ષને ન તો રાજનીતિમાંથી અપરાધને મુકત કરવા માટે કાનૂન બનાવવામાં અને ન તો એવા ઉમેદવારોને ચૂંટણી લડતા રોકવામાં રસ છે જેમની વિરૂદ્ધ ગંભીર ગુનાઓમાં અદાલતોએ આરોપો નક્કી કર્યા છે. સુપ્રિમ કોર્ટે કહ્યુ હતુ કે આ મામલામાં બધા રાજકીય પક્ષોમાં વિવિધતામાં એકતા છે. અફસોસની વાત એ છે કે અમે કાનૂન બનાવી નથી શકતા, અમે રાજકીય પક્ષોને સતત કહીએ છીએ કે જે ઉમેદવારો વિરૂદ્ધ આરોપો ઘડવામાં આવ્યા હોય તેઓની સામે કાર્યવાહી કરે. જસ્ટીશ આર.એફ. નરીમન અને જસ્ટીશ બી.આર. ગવઈની ખંડપીઠે કહ્યુ હતુ કે સરકારની કાનૂની પાંખ કાયદો લાવવા માટે કોઈ પગલા લેવામાં રસ ધરાવતી નથી. જો કે અત્યાર સુધી કશું કરવામાં આવ્યુ નથી અને કોઈપણ પક્ષ દ્વારા કદી પણ કશું કરવામાં નહિ આવે. સુપ્રિમ કોટે અનાદરના આ મામલામાં ભાજપ, કોંગ્રેસ, બસપા, લોજપા, માકપા અને રાકપા સહિત વિવિધ પક્ષોના વકીલોને સાંભળ્યા હતા. સુપ્રિમ કોટે આ મામલામાં આદેશ આપવા માટે પોતાનો ફેંસલો અનામત રાખ્યો હતો.

- Advertisement -

ખંડપીઠ વકીલ બ્રિજેશસિહ દ્વારા દાખલ કરવામાં આવેલ અનાદર અરજીની સુનાવણી કરતી હતી. જેમાં 2020માં બિહારની ચૂંટણી દરમિયાન વિવિધ રાજકીય પક્ષો દ્વારા ફેબ્રુઆરી 2020માં સુપ્રિમ કોર્ટના આદેશોનું જાણી જોઈને પાલન નહી કરવાનો આરોપ છે. સુપ્રિમ કોર્ટે કહ્યુ હતુ કે રાજકારણમાંથી અપરાધને દૂર કરવા અત્યાર સુધી કશું નથી થયુ અને ભવિષ્યમાં પણ કશું નહીં થાય અને અમે પણ અમારા હાથ ઉચા કરી રહ્યા છીએ. સુપ્રિમ કોર્ટે રાજકીય પક્ષોને રાજનીતિના અપરાધીકરણમાંથી મુકત કરવા જે આદેશો આપ્યા હતા તેનુ પાલન ન થતા પોતાની નારાજગી વ્યકત કરી હતી. આ કેસમાં ચૂંટણી પંચ તરફથી ઉપસ્થિત વકીલે ખંડપીઠને કહ્યુ હતુ કે બિહારમાં ગુનાહીત ઇતિહાસ ધરાવતા 427 ઉમેદવાર હતા. રાજદના 104 દાગી ઉમેદવારો હતો તે પછી ભાજપે આવા 77 ઉમેદવાર પસંદ કર્યા હતા. ન્યાયમૂર્તિ નરીમનની વડપણવાળી ખંડપીઠે કહ્યુ હતુ કે રાજકીય પક્ષોએ પોતાના પસંદગીના ઉમેદવારોના ગુનાહીત ઈતિફાસ ઉમેદવારી પત્ર દાખલ કરાઈ તેના 48 કલાકમાં કે ઉમેદવારી પત્ર દાખલ કરવાની પહેલી તારીખથી ઓછામાં ઓછા બે સપ્તાહ પહેલા જે પણ પહેલા હોય તે પ્રકાશિત કરવા પડશે. ચૂંટણી પંચ તરફથી રજૂ થયેલા વકીલે અદાલતના નિર્દેશોનું પાલન ન કરવાની બાબતો વિગતવાર રજૂ કરી હતી. ખંડપીઠે કહ્યુ હતુ કે આ મામલાને અમે 7 ન્યાયધીશોની ખંડપીઠને સોંપવાના સૂચન પર વિચાર કરીએ છીએ.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular