હાલમાં સમગ્ર દેશમાં હાર્ટ એટેકની ઘટના ખુબ જ વધી ગઈ છે એમાં પણ એકદમ યુવાન,તંદુરસ્ત અને ફિટ હોય એવા લોકોને હાર્ટ એટેકનો ગ્રાફ ખુબ જ ઉંચે ચડી ગયો છે.
આવા જ એક હાર્ટ એટેકના કેસમાં ભાણવડના એક સમયના સર્વશ્રેષ્ઠ ઓલ રાઉન્ડર ક્રિકેટર અને વોલીબોલના જાજરમાન ખેલાડી એવા રાજેન્દ્રસિંહ તખુભા ચુડાસમા ઉર્ફ રાજભા ચુડાસમાનું અવસાન થતાં ભાણવડ શહેર તેમજ સમગ્ર પંથકમાં અરેરાટી મચી ગઈ હતી.
ક્રિકેટ ક્ષેત્રે ભાણવડના ઓલરાઉન્ડર તરીકે રાજભા ચુડાસમાની ખ્યાતિ જામનગર,દેવભૂમિ દ્વારકા,પોરબંદર સહિત સૌરાષ્ટ્રમાં ફેલાયેલી હતી.એક ક્રિકેટર તરીકે તેમનામાં અદભૂત એકાગ્રતા,ધૈર્ય અને શિસ્ત હતુ.તેમના પ્રદર્શનથી તેઓએ અનેક વખત ભાણવડની ટીમને ચેમ્પિયન બનાવેલ હતી. ક્રિકેટની સાથે સાથે વોલીબોલ ખેલાડી તરીકે પણ રાજભા ચુડાસમાએ ખુબ જ ખ્યાતિ મેળવી હતી.વોલીબોલ રમતમાં તેઓએ અનેક યુવા ખેલાડીઓને પ્રોત્સાહિત કરી પોતાના માર્ગદર્શન હેઠળ તૈયાર કરેલ છે. હાર્ટએટેક આવ્યાના દિવસ સુધી મેદાન પર રહેલા રાજભા ચુડાસમાના એકાએક અવસાનથી ભાણવડને ન પુરી શકાય એવા ખેલાડીની ખોટ પડી છે આજરોજ તેમની સ્મશાન યાત્રામાં તેમના સાથી ખેલાડીઓ સહિત યુવા ખેલાડીઓ કે જેમના માટે રાજભા ચુડાસમા રોલ મોડલ છે એવા અનેક જોડાયા હતા.