Friday, December 27, 2024
Homeરાજ્યજામનગરસિનીયર સીટીઝનનું એટીએમ ચોરી કરી ખાતામાંથી પૈસા ઉપાડનાર શખ્સ ઝડપાયો

સિનીયર સીટીઝનનું એટીએમ ચોરી કરી ખાતામાંથી પૈસા ઉપાડનાર શખ્સ ઝડપાયો

એટીએમ ચોરી કર્યા બાદ પીન નંબર પણ મેળવી લીધો : રૂા.4.68 લાખ ઉપાડી સોનાની ખરીદી કરી નાખી : સાયબર ક્રાઈમ પોલીસે સોનાના દાગીના અને મોબાઇલ સાથે દબોચ્યો

- Advertisement -

જામનગર શહેરમાંથી સિનીયર સીટીઝન એટીએમ કાર્ડ ચોરી પીન નંબર મેળવી બેંક ખાતામાંથી રૂા.4.68 લાખની છેતરપિંડી આચરી ઉપાડી લીધાના બનાવમાં સાયબર ક્રાઈમે જામનગરના શખ્સને ઝડપી લઇ મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

- Advertisement -

છેતરપિંડીની સાયબર ક્રાઈમના બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં રહેતાં સિનીયર સીટીઝનના એટીએમ કાર્ડ અજાણ્યા તસ્કરે ચોરી કરી લીધું હતું. આ ચોરી કરેલા એટીએમ કાર્ડમાં કોઇપણ રીતે પીન મેળવી સીનીયર સીટીઝનના બેંક ખાતામાંથી શખ્સે રૂા.4,68,534ની રકમ જુદા જુદા સમયે જુદા જુદા એટીએમમાંથી ઉપાડી લીધી હતી અને આ રકમ સીનીયર સીટીજનના ખાતામાંથી અજાણ્યા શખ્સ દ્વારા વિડ્રો કરાઈ હોવાની ફરિયાદના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી જે.એન. ઝાલાના માર્ગદર્શન હેઠળ પીઆઈ પી પી ઝા, પીએસઆઇ એ.આર. રાવલ, હેકો ભગીરથસિંહ જાડેજા, કુલદિપસિંહ જાડેજા, પો.કો. કલ્પેશ મૈયડ, એએસઆઈ ડી.જે. ભુસા, ચંપાબેન વાઘેલા, ધર્મેશ વનાણી, રાજેશ પરમાર, રાહુલ મકવાણા, જેસા ડાંગર, રંજનાબેન વાઘ, વિકી ઝાલા, પુજાબેન ધોળકિયા, ગીતાબેન હિરાણી, ચંદ્રિકાબેન ચાવડા, નીલમબેન સીસોદીયા, અલ્કાબેન કરમુર તથા સ્ટાફે ટેકનિકલ એનાલિસીસ અને ભોગ બનનારના બેંક ખાતાની વિગતોના આધારે જુદી જુદી ટીમ બનાવી એટીએમ ચોરી કરનારને ભોગ બનનારને નજીકનો સંબંધ હોવાનું જણાયું હતું.

જેના આધારે સાયબર ક્રાઈમ પોલીસે ગુલાબનગર વિસ્તારમાં રહેતાં રાહુલ પ્રવિણ થારેચા (ઉ.વ.27) નામના શખ્સને દબોચી લીધો હતો. અને તેની પાસેથી રૂા.21,100 ની કિંમતના 6 નંગ સોનાના કડલા, રૂ.67,500 ની કિંમતનો સોનાનો ચેઈન, રૂા.35 હજારની કિંમતનું સોનાનો ચેઈન-પેંડલ તથા બે મોબાઇલ ફોન કબ્જે કર્યા હતાં. રાહુલની પૂછપરછ હાથ ધરતાં તેણે એટીએમમાંથી વિડ્રો કરેલા રૂપિયામાંથી સોનાના દાગીનાની ખરીદી કરી હોવાની કેફિયત આપી હતી. જેના આધારે પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular