જામનગર શહેરમાંથી પોલીસે રાજકોટની શાકમાર્કેટમાંથી મોબાઇલ ચોરી આચરનાર તસ્કરને ઝડપી લઇ રાજકોટ પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, રાજકોટના સાધુ વાસવાણી રોડ પર આવેલી શાકમાર્કેટમાં થયેલી મોબાઇલ ચોરીના તસ્કર અંગેની હેકો યશપાલસિંહ જાડેજા, પો.કો. હોમદેવસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી મહેન્દ્રસિંહ સોલંકી અને પીઆઇ એ.આર.ચૌધરીના માર્ગદર્શન હેઠળ સ્ટાફ પીએસઆઈ વી.બી.બરસબીયા, હેકો ફૈઝલભાઇ ચાવડા, જાવેદભાઈ વજગોળ, યશપાલસિંહ જાડેજા, એન.બી. સદાદીયા, પો.કો. હર્ષદભાઈ પરમાર, ખીમશીભાઈ ડાંગર, હોમદેવસિંહ જાડેજા સહિતના સ્ટાફે જાગૃતિનગર બાવરીવાસમાંથી કાળા કલરનો શર્ટ અને ક્રીમ કલરનું પેન્ટ પહેરેલ મહિપાલ મંગલ ઉર્ફે કિરણ રામચંદ્ર કોળી નામના તસ્કરને ઝડપી લઇ તેની પાસેથી રાજકોટમાંથી ચોરેલો રૂા.15000 ની કિંમતનો મોબાઇલ ફોન કબ્જે કરી રાજકોટ પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી હતી.