જામનગર તાલુકાના ચંગા ગામેથી સગીર બાળાનું અપહરણ કરનાર આરોપી તથા ભોગ બનનારને મધ્યપ્રદેશના ધાર જિલ્લામાંથી શોધી લઈ પંચ બી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર પંચ બી પોલીસ સ્ટેશનમાં સગીરાનું અપહરણનો કેસ નોંધાયો હતો. આ કેસમાં જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ તથા નાયબ પોલીસ અધિક્ષક આર.બી. દેવધાની સૂચનાને અનુસંધાને પ્રો. આઈપીએસ અજયકુમાર મીણાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ સી.એમ. કાંટેલિયા, હેકો મેરુભાઈ ભુંડીયા, પો.કો. ખીમાભાઈ જોગલ, સુમિતભાઈ શિયાર તથા ડ્રાઇવર હેકો ચંદ્રેશભાઈ સોઢા સહિતની ટીમ દ્વારા મધ્યપ્રદેશ ખાતે જઇ આરોપી સુભાષ મોતીલાલ મેડા નામના શખ્સને મધ્યપ્રદેશના ધાર જિલ્લાના દિગથાન ખાતેથી સગીરા સાથે ઝડપી લઇ જામનગર લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.