કાલાવડ તાલુકાના પીપર ગામમાં આવેલા રહેણાંક મકાનમાંથી પોલીસે રેઈડ દરમિયાન રૂા.1500 ની કિંમતની ત્રણ બોટલ દારૂ સાથે શખ્સની અટકાયત કરી હતી. લાલપુરમાંથી પસાર થતા શખ્સને પોલીસે દારૂની બોટલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, કાલાવડ તાલુકાના પીપર ગામમાં રહેતા જયેશ ઉર્ફે કારો વાલજી રાખશિયા નામના શખ્સના રહેણાંક મકાનમાં દારૂ હોવાની બાતમીના આધારે રેઇડ દરમિયાન મકાનમાંથી રૂા.1500 ની કિંમતની દારૂની ત્રણ બોટલો મળી આવતા પોલીસે જયેશની ધરપકડ કરી ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. બીજો દરોડો, લાલપુર ગામમાંથી પસાર થતા ભીખા વાલા પરમાર નામના શખ્સને પોલીસે આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.500 ની કિંમતની એક બોટલ દારૂ મળી આવતા પોલીસે ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.