જામનગરમાં “મા અમૃતમ કાર્ડ”ની કામગીરી માટે માત્ર એક જ સેન્ટર ચાલુ છે. પરંતુ તે પણ આજે બંધ કરી દેવામાં આવ્યું છે. કોન્ટ્રાકટરે કર્મચારીઓના પગાર ન ચુકવતા કામકાજ બંધ કરી દેવામાં આવ્યું છે. જેને લઇને લોકોને હાલાંકી પડી રહી છે.છેલ્લા 18 માસથી કર્મચારીઓને વેતન ચુકવવામાં ન આવતા સેન્ટર પર કામગીરી બંધ થઇ છે.
રાજયમાં જરીયાતમંદ દર્દીઓના લાભાર્થે રાજય સરકાર દ્વારા કાર્યરત કરાયેલી મુખ્યમંત્રી અમૃતમ મા યોજના ગરીબ તેમજ મધ્યમ વર્ગ માટે આશીવર્દિ સમાન ગણાય છે. જયારે જામનગર મહાનગર સેવાસદન-1માં “અમૃતમ કાર્ડ” ની કામગીરી અંગેનું જામનગરનું એક માત્ર સેન્ટર છે. ત્યાં પણ આજે કામગીરી બંધ કરી દેવામાં આવી છે. તે પાછળનું કારણ છે કોન્ટ્રાકટરે છેલ્લા 18 માસથી કર્મચારીઓને વેતન જ ચુકવ્યું નથી. માટે કર્મચારીઓએ કામગીરી કરવાનું ટાળ્યું છે. એક તરફ સરકાર દ્રારા સહાયની વાતો કરવામાં આવે છે જયારે જામનગરના માં અમૃતમ કાર્ડના લાભાર્થીઓ માટે એક જ સેન્ટર ચાલુ હતું આજે ત્યાં પણ કામગીરી બંધ કરી દેવામાં આવી છે. જેને પરિણામે લાભાર્થીઓ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.માં અમૃતમ કાર્ડના લાભાર્થીઓને કાર્ડ મળે કે ન મળે એ પછીની વાત છે પણ અત્યારે તો અરજદારોને હેરાનગતિનો કોઇ પાર નથી. જામનગર મહાનગર સેવા સદન-1 પર માં અમૃતમ કાર્ડની કામગીરી કરવામાં આવી રહી હતી. જેને આજ સવારથી જ બ્રેક લાગી છે.
આ યોજના રાજયના તમામ જિલ્લાના ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારના,નગરપાલિકા વિસ્તાર, મહાનગર પાલિકા વિસ્તાર,ગ્રામ્ય વિકાસ વિભાગ અને શહેરી વિકાસ વિભાગ હેઠળ નોંધાયેલા ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબ (મહત્તમ પ વ્યક્તિસુધી) ને લાગુ પાડવામાં આવી છે.તેમજ હાલ મા વાત્સલ્ય યોજના અંતર્ગત “વાર્ષિક રૂ. ૧.૨૦ લાખથી ઓછી આવક ધરાવતા નીચલા મધ્યમ વર્ગના પરિવારોની તમામ મહિલાઓ અને તેમના ૨૧ વર્ષથી ઓછી ઉંમરના બાળકો’’ ને લાભ આપવામાં આવે છે. જયારે જામનગરના લાભાર્થીઓ આ સેવાનો ફરી ક્યારે લાભ લઇ શકશે તે અંગે પણ પ્રશ્ન છે.