Wednesday, January 15, 2025
Homeરાષ્ટ્રીયઆજથી દુકાનોમાં ઉપલબ્ધ થશે ઓમિક્રોન ટેસ્ટ કીટ OmiSure

આજથી દુકાનોમાં ઉપલબ્ધ થશે ઓમિક્રોન ટેસ્ટ કીટ OmiSure

- Advertisement -

દેશમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોનથી સંક્રમિત થનારા દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. દેશમાં અત્યાર સુધીમાં આશરે 5 હજાર જેટલા કેસ સામે આવી ચુક્યા છે. હવે જો તમે આ નવા વેરિએન્ટથી સંક્રમિત થયા હશો તો તરત જ તેની તપાસ કરી શકશો. હકીકતે આજથી એટલે કે, 12મી જાન્યુઆરીથી ઓમિક્રોનની ટેસ્ટ કીટ ઓમિસ્યોર માર્કેટ અને દુકાનોમાં ઉપલબ્ધ થઈ જશે.

- Advertisement -

ઓમિક્રોન ટેસ્ટ કીટ ઘળશજીયિને ટાટા મેડિકલ દ્વારા તૈયાર કરવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે, આઈસીએમઆર તરફથી ટાટા મેડિકલ એન્ડ ડાયગ્નોસ્ટિક્સ લિમિટેડની ઓમિક્રોન ટેસ્ટ કીટ ઘળશજીયિને ગત 30 ડિસેમ્બરના રોજ મંજૂરી મળી ગઈ હતી. ઓમિસ્યોર ટેસ્ટ કીટ અન્ય આરટી-પીસીઆર ટેસ્ટ કીટની જેમ જ કામ કરશે. આ કીટ વડે તપાસ કરવા માટે પણ નાક કે મોઢામાંથી સ્વેબ લેવામાં આવશે. બાદમાં માત્ર 10થી 15 મિનિટમાં જ તપાસનો ફાઈનલ રિપોર્ટ આવી જશે જેવી રીતે અન્ય આરટી-પીસીઆર ટેસ્ટમાં બને છે. ઓમિસ્યોર વડે તપાસની રીત અન્ય આરટી-પીસીઆર ટેસ્ટ કરતાં બિલકુલ અલગ નહીં હોય.

ટાટા મેડિકલે ઓમિસ્યોર ટેસ્ટ કીટની કિંમત 250 રૂપિયા પ્રતિ ટેસ્ટ નક્કી કરી છે જે માર્કેટમાં ઉપલબ્ધ અન્ય ટેસ્ટ કીટ કરતાં સસ્તી છે. જોકે, પરીક્ષણ માટે પ્રયોગશાળાઓ દ્વારા વધારાનો ચાર્જ જોડવામાં આવી શકે છે કારણ કે, તે ઘર-આધારીત પરીક્ષણ નથી. આ કીટની મદદથી તમે ઘરમાં જ તપાસ નહીં કરી શકો માટે અલગથી લેબ ચાર્જ લાગી શકે છે. ટાટા એમડી પાસે હાલ દર મહિને 2,00,000 ટેસ્ટ કીટ ઉત્પાદનની ક્ષમતા છે. કંપની તેને વિદેશમાં વેચવાની યોજના પણ બનાવી રહી છે તથા યુરોપિયન યુનિયન અને અમેરિકાના ફુડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનમાં આ માટે અરજી પણ કરી દીધી છે. ઓડિશા સ્ટેટ મેડિકલ કોર્પોરેશન લિમિટેડએ 5 લાખ ઓમિસ્યોર આરટી-પીસીઆર કીટ માટે ઓર્ડર આપ્યો છે. આવું કરનારૂં ઓડિશા દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે જેણે કોવિડ-19 પોઝિટિવ નમૂનાઓમાં ઓમિક્રોનની ઓળખ મેળવવા માટે કિટનો ઓર્ડર આપ્યો હોય.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular