Saturday, December 6, 2025
Homeરાજ્યફોનમાં અપશબ્દો બોલવાની ના પાડતા વૃદ્ધને લમધાર્યા

ફોનમાં અપશબ્દો બોલવાની ના પાડતા વૃદ્ધને લમધાર્યા

પિતા અને બે પુત્રો સહિત ત્રણ શખ્સોએ ઢીકાપાટુનો માર માર્યો : લોખંડની ટોમી દેખાડી પતાવી દેવાની ધમકી : પોલીસ દ્વારા ત્રણ શખ્સોની શોધખોળ

કાલાવડ તાલુકાના પ્રભુજી પીપળિયા ગામમાં અપશબ્દો બોલવાની ના પાડતા પિતા અને બે પુત્ર સહિતના ત્રણ શખ્સોએ વૃદ્ધને ઢીકાપાટુનો માર મારી લોખંડની ટોમી વડે પતાવી દેવાની ધમકી આપી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, કાલાવડ તાલુકાના પ્રભુજી પીપળિયા ગામમાં રહેતાં ભાણાભાઈ વાઘેલા નામના વૃદ્ધ બુધવારે રાત્રિના સમયે તેના ઘર પાસે ફોન ઉપર અપશબ્દો બોલતા પ્રવિણ નાથા સોલંકી નામના શખ્સને ઘર પાસે અપશબ્દો બોલવાની ના પાડતા ઉશ્કેરાયેલા પ્રવિણ તથા તેના બે પુત્રો વિમલ અને વિશાલ સહિતના ત્રણેય શખ્સોએ એક સંપ કરી વૃધ્ધને ઢીકાપાટુનો માર માર્યો હતો અને હાથમાં ટોમી લઇ વૃદ્ધને પતાવી દેવાની ધમકી આપી હતી. ત્યારબાદ બનાવ અંગેની જાણ કરાતા જી.પી.ગોસાઈ તથા સ્ટાફે વૃદ્ધના નિવેદનના આધારે પિતા અને બે પુત્રો સહિત ત્રણ શખ્સોએ હુમલો અને ધમકીનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular