આજથી ઓખાથી ચાલતી ટ્રેન નંબર 19573 ઓખા-જયપુર એક્સપ્રેસ ને રીશેડ્યુલ કરવામાં આવી છે. આ ટ્રેન ઓખાથી આજથી તેના રેગ્યુલર સમય 21 વાગેની બદલે 3 કલાક 30 મિનિટ મોડી એટલે કે આવતીકાલ તા. 8મી ફેબ્રુઆરી, 2022ના રોજ 00.30 કલાકે ઉપડશે. ઓખા-જયપુર એક્સપ્રેસની પેરિંગ રેક 7 કલાકથી વધુ મોડી આવતી હોવાના કારણે રિશેડ્યુલ કરવામાં આવી છે.
આ ટ્રેન રાજકોટ સ્ટેશન પર તા. 8 ફેબ્રુઆરી-2022ના રોજ તેના રેગ્યુલર સમય 1.03 વાગેની બદલે લગભગ 3 કલાક 10 મિનિટ મોડી એટલે કે 8 ફેબ્રુઆરી, 2022ના રોજ સવારે 4.13 કલાકે રાજકોટ પહોંચશે.
રેલવે તંત્ર મુસાફરોને વિનંતી કરે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને મુસાફરી શરૂ કરે અને ટ્રેનોના સંચાલનને લગતા નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.i ndianrail. gov.inની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.