Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરફુડ શાખા દ્વારા મેળામાંથી અખાદ્ય સામગ્રીનો નાશ કરાયો

ફુડ શાખા દ્વારા મેળામાંથી અખાદ્ય સામગ્રીનો નાશ કરાયો

બાફેલા બટેટા, મન્ચુર્યિન, બ્રેડ, તેલ સહિતની અખાદ્ય સામગ્રી ઝડપાઇ : કાલાવડ નાકા બહાર 12 જેટલી પેઢીમાં ચેકિંગ હાથ ધરાયું : ઉદ્યોગનગરમાં અંબિકા ડેરી પ્રોડકટસ મેન્યુફેકચરિંગ યુનિટમાંથી 30 કિલો મીઠાઇનો નાશ કરાયો

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાની ફુડ શાખા દ્વારા શ્રાવણ માસ દરમ્યાન યોજાયેલ મેળામાં ચેકિંગ હાથ ધર્યું હતું જેમાં બાફેલા બટેટા, દાળ, બાફેલ શાકભાજી, બ્રેડ તેલ સહિતની અખાદ્ય સામગ્રીનો નાશ કરવામાં આવ્યો હતો. તેમજ કાલાવડ નાકા બહાર વિસ્તારમાં હોટેલ ટી સ્ટોલમાં પણ ચેકિંંગ હાથ ધર્યુ હતું અને સફાઇ સહિતની બાબતો અંગે તાકિદ કરવામાં આવી હતી. તેમજ ઉદ્યોગનરમાં આઇસ ફેકટરીમાં પણ ચેકિંગ હાથ ધરાયું હતું અને ઉદ્યોગનગરમાં આવેલ ડેરીમાંથી મીઠાઇ અનહાઇજેનિક ક્ધડીકશનમાં જણાતાં નાશ કરાયો હતો.

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાના કમિશનર વિજયકુમાર ખરાડીની સૂચના અંતર્ગત શ્રાવણ માસ દરમ્યાન યોજાયેલ મેળામાં ફુડ શાખા દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ચેકિંગ દરમ્યાન બાલાજી ફાસ્ટફુડમાં 10 કિલો બાફેલા બટેટા, બે કિલો મન્ચુરિયન, 3 કિલો તૈયાર દાળ, બે કિલો ભાજી, બે કિલો બાફેલ શાકભાજી અને 10 કિલો ચટણી, લાલજીભાઇ ભેલવારામાંથી બે કિલો બ્રેડ, આશાપુરા પાઉભાજીમાંથી 10 કિલો તેલ, બિલનાથમાંથી 3 કિલો બાફેલા બટેટા વગેરે અખાદ્ય પદાર્થ જણાતા સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત મહાનગરપાલિકાનું એફએસઓ દ્વારા કાલાવડ નાકા બહાર વિસ્તારમાં પણ ચેકિંગ કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં શહેબાઝ બિરયાની, મકસુદ સમા, બુખારી ચણા બટેટા, શાહિલ ચણા બટેટા, બાપુ ચણા બટેટા, રામ ભરોસે ચા/પાન, ધારશકિત ફરસાણ, નમસ્તે રેસ્ટોરન્ટ, ઉસ્માનિયા રેસ્ટોરન્ટ, સંઝરી રેસ્ટોરન્ટ, મૌહિત ચણા બેટટા તથા ફખરી ફાલુદામાં ચેકિંગ હાથ ધર્યું હતું જેમાં સાફસફાઇ અને સ્વચ્છતા જાળવવી, હાઇજેનિક ક્ધડીશન મેઇનટેન્ટ કરવી, ખોરાક ઢાંકીને રાખવો, વાસી ખોરાક ન રાખવા તથા પ્રિન્ટેડ પસ્તીનો ઉપયોગ કરવા તાકિદ કરવામાં આવી હતી.

- Advertisement -

તેમજ એમ.પી. શાહ ઉદ્યોગનરમાં આવેલ અશોક આઇસ ફેકટરી અને ભૂલચંદ એન્ડ કંપનીમાં ચકાસણી કરાઇ હતી અને પાણીમાં સુપર કલોરિનેશન કરવું, સ્વચ્છતા જાળવવી સહિતની સૂચનાઓ આપી હતી. તેમજ એમ.પી. શાહ ઉદ્યોનગરમાં આવેલ અંબિકા ડેરી પ્રોડકટસ મેન્યુફેકચરીંગ યુનિટ, શિવશકિત ડેરી પ્રોડકટમાં ચેકિંગ દરમ્યાન અંબિકા ડેરી પ્રોડકટસ મેન્યુફેકચરીંગ યુનિટમાં તપાસ દરમ્યાન 30 કિલો મીઠાઇ અનહાઇજેનિક જણાતા સ્થળ ઉપર તેમનો નાશ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત હસન હાજીભાઇ ગજિયા (ઠંડા પીણા) તેમજ ફેમસ બિરયાની નામના બે વિક્રેતાને લાયસન્સ મેળવવા અંગેની નોટિસ ફટકારવામા આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular