Sunday, December 22, 2024
Homeરાજ્યગુજરાતગુજરાત માટે અગામી 15 દિવસ ખુબ મહત્વના...

ગુજરાત માટે અગામી 15 દિવસ ખુબ મહત્વના…

- Advertisement -

ગુજરાતમાં કોરોનાના દૈનિક કેસોમાં ઝડપથી વધારો થઇ રહ્યો છે. જેના પરિણામે ફેબ્રુઆરી મહિનામાં ત્રીજી લહેરની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી છે. કોરોનાના ઓમીક્રોન વેરિયન્ટના પરિણામે કેસમાં મોટો ઉછાળો આવ્યો છે. છેલ્લા અઠવાડિયાથી રાજ્યમાં 100 ઉપર કોરોનાના કેસો નોંધાઈ રહ્યા છે. ગઈકાલેતો રાજ્યમાં 204 કેસ નોંધાયા હતા. જે પૈકી અમદાવાદમાં સૌથી વધુ 100 કેસ નોંધાયા હતા. તો આગામી 15 દિવસ ગુજરાત માટે ખુબ મહત્વના છે.

- Advertisement -

અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટે નિવેદન આપતા જણાવ્યું છે કે આગામી 15 દિવસ રાજ્ય માટે મહત્વના છે. કારણકે આ 15 દિવસમાં જ ખબર પડશે કે કોરોના કેટલો ફેલાશે. હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટે જણાવ્યું હતું કે થોડા દિવસોમાં કોરોના તેમજ ઓમીક્રોન વેરિયન્ટના કેસમાં ઝડપથી વધારો થયો છે. સુપ્રિટેન્ડેન્ટ રાકેશ જોશીએ કોવિડ ગાઈડલાઈન્સનું પાલન કરવા માટે પણ કહ્યું હતું.

તો કોરોનાને લઈ સુરતના તબીબ સમીર ગામીએ ચેતવણી જાહેર કરતા જણાવ્યું છે કે આગામી મહિનામાં શહેરમાં કોરોનાનો રાફડો ફાટશે. જેથી તેમણે સિનિયર સિટીઝનોને બુસ્ટર ડોઝ લેવા અપીલ કરી છે. એટલું જ નહીં લોકોને પણ વેકસીનના બન્ને ડોઝ લઈ સુરક્ષિત રહેવા અપીલ કરાઈ છે. હાલ થર્ટી ફર્સ્ટ આવી રહી છે, જેના કારણે તેમણે લોકોને કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવા અનુરોધ કર્યો છે. આગામી 15 દિવસ ખુબ જ મહત્ત્વપૂર્ણ બની રહેવાના છે, કારણ કે જો લોકો ન સમજ્યા અને નિયમોનું પાલન ન કર્યું તો આવનારા 15 દિવસમાં સુરતમાં કોરોનાના કેસમાં વધારો થશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular