Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરરાજકોટ ડિવિઝનમાં 1 ઓક્ટોબરથી ટ્રેનોનું નવું ટાઈમ ટેબલ લાગુ થશે

રાજકોટ ડિવિઝનમાં 1 ઓક્ટોબરથી ટ્રેનોનું નવું ટાઈમ ટેબલ લાગુ થશે

- Advertisement -

પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન પર 1 ઓક્ટોબરથી નવું ટાઈમ ટેબલ લાગુ કરવામાં આવી રહ્યું છે. આમાં, કેટલીક ટ્રેનોની સ્પીડ વધારવામાં આવી રહી છે, જેના કારણે આ ટ્રેનો તેમના વર્તમાન નિર્ધારિત સમય પહેલા તેમના ગંતવ્ય સ્થાન પર પહોંચી જશે.

- Advertisement -

રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર અભિનવ જેફે માહિતી આપી હતી કે ઓપરેશનલ કારણોસર 31 ટ્રેનોની સ્પીડ વધારવામાં આવી છે અને 16 ટ્રેનોની સ્પીડમાં ઘટાડો કરવામાં આવ્યો છે. ટ્રેનોની સ્પીડ વધવાને કારણે પેસેન્જર ટ્રેનોના પરિચાલન ના સમયમાં ઘટાડો થયો છે. મુસાફરોને આનો સંપૂર્ણ લાભ મળશે અને તેઓ ને તેમના ગંતવ્ય સ્થાન પર પહોંચવામાં સમય બચશે. આ સમય દરમિયાન રાજકોટ ડિવિઝનમાં 96 ટ્રેનો નો સમય વહેલા કરાયો છે જેમાં ટ્રેનો તેમના અગાઉના સમય કરતાં 5 મિનિટથી 57 મિનિટ વહેલી પહોંચશે. તેવી જ રીતે, 87 ટ્રેનોનો સમય મોડો કરવામાં આવ્યું છે જેમાં ટ્રેનો તેમના અગાઉના સમય કરતા 5 મિનિટથી 43 મિનિટ મોડી પહોંચશે. રાજકોટ ડિવિઝનના ઓખા, દ્વારકા, ખંભાળિયા, જામનગર, હાપા, રાજકોટ, ભક્તિનગર, વાંકાનેર, થાન, સુરેન્દ્રનગર અને અન્ય સ્ટેશનો ના સમય માં ફેરફાર કરવામાં આવશે જેમાં આ ટ્રેનો તેમના વર્તમાન નિર્ધારિત સમય પહેલા કે પછી પહોંચશે.

પશ્ચિમ રેલ્વે મુસાફરોને કરી રહી છે કે નવા ટાઈમ ટેબલ મુજબ મુસાફરી કરતી વખતે રેલ ઈન્ક્વાયરી 139 અથવા વેબસાઈટ www.wr.indianrailways.gov.in ની મુલાકાત લે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular