નુપુર શર્મા અને નવિન જિંદાલ દ્વારા ટેલિવિઝન દ્વારા ટેલિવિઝન કાર્યક્રમ દરમિયાન ઇસ્લામ ધર્મના પયગમ્બર વિરુધ્ધ અભદ્ર ભાષાનો ઉપયોગ કરાયો હોય, મુસ્લિમ સમાજમાં આક્રોશ છવાયો છે. જામનગરમાં પણ મુસ્લિમ સમાજમાં નુપુર શર્મા સામે વિરોધ દર્શાવાયો છે. આજરોજ વોર્ડ નં. 15ના કોર્પોરેટર અસલમ ખિલજીની આગેવાની હેઠળ મુસ્લિમ સમાજ દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવી આ અંગે કડક કાર્યવાહી કરવા માગણી કરવામાં આવી હતી.