Sunday, September 8, 2024
Homeરાજ્યજામનગરગાંડી ગિર અને સમજણ પ્રેમની વાતો દર્શાવતુ ફિલ્મ ‘રામ ભરોસે’ - VIDEO

ગાંડી ગિર અને સમજણ પ્રેમની વાતો દર્શાવતુ ફિલ્મ ‘રામ ભરોસે’ – VIDEO

તા. 19 જૂલાઇના સિનેમાઘરોમાં રિલિઝ થશે : જામનગરની યુવા કલાકાર રિવા રાચ્છ લીડ રોલમાં

- Advertisement -

આગામી તા. 19 જુલાઇના રોજ વિશાલ વડાવાલા નિર્દેશિત ગુજરાતી ફિલ્મ ‘રામ ભરોસે’ સિનેમા ઘરોમાં રજૂ થવા જઇ રહી છે. જેમાં જામનગરનું ગૌરવ એવી રિવા રાચ્છએ લીડ રોલની ભૂમિકા ભજવી ફિલ્મ ઇન્ટસ્ટ્રીમાં મેઇન રોલ તરીકે સૌપ્રથમ ફિલ્મ કરી છે. ‘રામ ભરોસે’ ફિલ્મની સ્ટાર કાસ્ટે ‘ખબર ગુજરાત’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે ફિલ્મ વિશેની રસપ્રદ વાતો વર્ણવી હતી.

- Advertisement -

અત્યારે હિન્દી ફિલ્મોનો યુગ છે. હિન્દી ફિલ્મો, વેબ સિરિઝોનું પ્રમાણ વધ્યું છે. ત્યારે ગુજરાતી ફિલ્મ મેકર્સ માતૃભાષાનું ગૌરવ જાળવી રાખતાં ગુજરાતની વૈવિદ્યતા અને ગુજરાતની સંસ્કૃત્તિ તેમજ તેની ભવ્યતા અને ગુજરાતનો વારસો દર્શકો સુધી પહોંચાડવા પ્રયાસ કરી રહ્યા છે. આવી જ એક સૌરાષ્ટ્રની માટી સાથે જોડાયેલ વૈવિધ્યસભર વિષય સાથેની ગુજરાતી ફિલ્મ ‘રામ ભરોસે’ 19 જૂલાઇના રોજ સિનેમાઘરોમાં રજૂ થવા જઇ રહી છે. વ્યક્તિના જીવનમાં ઘણી વખત કઠીન પરિસ્થિતિ આવતી હોય છે અને આવી મુશ્કેલ પરિસ્થિતિમાં વ્યક્તિના હાથમાં કંઇ જ ન હોવા જેવી સ્થિતિનું નિર્માણ થતું હોય છે. ત્યારે સઘળુ ઈશ્વર પર છોડી રામ ભરોસે જેવું થઇ જાય છે. આવું જ કંઇક ફિલ્મનું નામ રામ ભરોસેને રસપ્રદ રીતે રજૂ કરે છે.

- Advertisement -

રામ ભરોસે ફિલ્મમાં રિવા રાચ્છ, ધૈર્ય ઠક્કર, નિલેષ પરમાર, જગજીતસિંહ વાઢેર, મોરલી પટેલ, એકતા ડાંગર, મૌલિક નાયક, ગૌરાંગ આનંદ, અભિજ્ઞા મહેતા, મયૂર ચૌહાણ, અકા મિચલએ અભિનયના ઓજસ પાથર્યા છે. ફિલ્મના ડાયરેકટર વિશાલ વડવાલા છે. તો ફિલ્મના પ્રોડયૂસર કેતન રાવલ, મનિષ જૈન, અજિત જોશી, માલતીબેન દવે, મનિષ પટેલ અને તેજલ રાવલ છે. ક્રિએટિવ પ્રોડયૂસર પ્રવિણકુમાર ખીંચી છે. ફિલ્મની સ્ટાર કાસ્ટ એ ‘ખબર ગુજરાત’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

એક ગુજરાતી કહેવત છે કે, ‘મોરના ઇંડા ચિરવા ન પડે’ આ કહેવતને સાર્થક કરી જામનગરનું ગૌરવ વધારી રહ્યાં છે. રિવા રાચ્છ, જામનગરના નાટય ક્ષેત્રે જાણીતુ નામ એવા વિરલ રાચ્છની સુપુત્રી રિવા રાચ્છ ‘રામ ભરોસે’ ફિલ્મમાં લીડ રોલ નિભાવી રહ્યાં છે. ‘ખબર ગુજરાત’ની મુલાકાતે આવેલા રિવાએ જણાવ્યું હતું કે, આ ફિલ્મ ગિરના ગામડાંની વાર્તા ટીનએઇજ લવ સ્ટોરી ઉપર છે. ફિલ્મમાં રોમાન્સ, કોમેડી બધુ હોવા છતાં ક્લિન એન્ડ નીટ ફિલ્મ છે. લોકો પરિવાર સાથે નિહાળી શકે તેવી આ ફિલ્મ છે. લાઇફમાં અનેક પ્રોબલેમ હોય અને તેનું કોઇ સોલ્યૂશન મળતું ન હોય. હવે શરણ થવા સિવાય કોઇ વિકલ્પ ન હોય તેમ રામ ભરોસે થવાની વાત એટલે ફિલ્મ ‘રામ ભરોસે’ આ ફિલ્મ તેના પાત્રોના ગતિમય જીવન તથા ગુજરાતી સંસ્કૃત્તિના મિશ્રણને રૂપેરી પડદે જીવંત કરે છે. આ ફિલ્મનું શુટિંગ ગિર, લુશાળા, ડાંડેરી જેવા ગ્રામ્ય વિસ્તારોમાં થયેલું છે. અત્રે ઉલ્લેખનિય છે કે, રિવા અગાઉ મુંબઇમાં અભ્યાસ કરી ચૂકયા છે. તેઓ 9 વર્ષ સુધી થિયેટર સાથે સંકળાયેલા રહ્યા છે અને છેલ્લા દોઢ કે બે વર્ષથી ગુજરાતી ફિલ્મો, વેબ સિરિઝમાં અભિનય કરી ચૂકયા છે. તેમણે કચ્છ એક્સપ્રેસ, બુશટ ટિ-શર્ટ જેવી ફિલ્મો, વેબસિરિઝમાં અભિનયના ઓજસ પાથર્યા છે અને હવે સૌ પ્રથમ વખત ગુજરાતી ફિલ્મમાં લીડ રોલ સાથે આવી રહ્યાં છે. ત્યારે જામનગરનું ગૌરવ વધારતા જામનગરની દિકરી તરીકે શહેરીજનોને 19 એપ્રિલે રજૂ થનાર રામ ભરોસે ફિલ્મ નિહાળવા અપીલ કરી હતી. ફિલ્મ વિશે તેમણે જણાવ્યું હતું કે, આ ફિલ્મમાં તેઓ ‘કેસર’ નામની યુવતિનો રોલ નિભાવે છે.

- Advertisement -

આ ફિલ્મમાં કેસરના પ્રેમી તરીકે કેશવનો રોલ મૂળ અમદાવાદના ધૈર્ય ઠક્કર નિભાવી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, તેમણે તેના જીવનમાં ક્યારેય ગામડાંની મુલાકાત નથી લીધી. તેમના પરિવાર, સગા-સંબંધી, મિત્ર કે કોઇ ગામડાંમાં રહેતું નથી. એટલે ક્યારેય ગામડાંમાં જવાનું થયું નથી, પરંતુ આ ફિલ્મના શુટિંગ માટે સૌપ્રથમ વખત ગામડાંમાં જવાનું થયું. લગભગ 30 દિવસ ગ્રામ્ય વિસ્તારોમાં રહ્યા તેનો ખૂબ જ સુંદર અને અવિસ્મરણીય અનુભવ થયો ગામડાંના નિખાલસ લોકો અને તેમનો સુંદર સ્વભાવની ખૂબ જ સારી યાદો બની. વડીલો ગ્રામ્ય લોકોની અને ગ્રામ્ય જીનની પ્રશંસા કરતાં તે માત્ર સાંભળ્યું હતું પરંતુ આ શુટિંગથી અનુભવ્યાનું પણ તેમણે જણાવ્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ પિકચર તેમના માટે સંબંધોની પિકચર છે.

કેશવના પરમ મિત્રનું પાત્ર ભજવી રહેલ પરાગ એટલે કે, નિલેષ પરમાર એ જણાવ્યું હતું કે, રોજિંદી લાઇફમાંથી આ ફિલ્મ અને તેના શુટિંગ દરમિયાન નવી લાઇફનો અનભવ થયો. કેશવ કેસરના પ્રેમમાં હોય છે. કેશવનો પરમમિત્ર પરાગ દોસ્તી માટે બન્ને કોઇપણ મુસિબત સામે લડવા તૈયાર હોય છે. શુટિંગ દરમિયાન પણ ખૂબ મજા આવી હોવાનું તેમણે જણાવ્યું હતું તથા વધુમાં જણાવ્યું હતું કે, એક યંગ ટીમ છે અને મસ્તીખોર ટીમ પણ છે. શુટિંગ ખૂબ એન્જોય કર્યું.

ભારતના જાણીતા વેનિટીવેન વેન્ડર મુંબાદેવી વિઝન્સના કેતન રાવલ હવે ફિલ્મ નિર્માતા બન્યા છે અને આ રામ ભરોસે ફિલ્મથી પર્દાપણ કરી રહ્યાં છે. ફિલ્મનું ટિઝર લોન્ચ થઇ ચૂક્યું છે અને 19 જૂલાઇએ ફિલ્મ સિનેમા ઘરોમાં રિલિઝ થવા જઇ રહી છે. તળપદી કાઠીયાવાડી ભાષાના ફિલ્મી ડાયલોગ તેમજ ફિલ્મમાં મુખ્ય સ્ત્રીપાત્રની સુંદરતા, ગિરના ગામડાંની પ્રકૃતિ, ગામઠી શૈલી દર્શકોને ખૂબ જ પસંદ પડશે.

‘ખબર ગુજરાત’ની શુભેચ્છા મુલાકાતે આવેલ ‘રામ ભરોસે’ ફિલ્મની સ્ટાર કાસ્ટ સાથે જામનગરના જાણીતા નાટ્યકાર લલીત જોષી પણ સાથે ઉપસ્થિત રહ્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular