સામાન્ય રીતે ભારતમાં 1 જુલાઇથી 30 સપ્ટેમ્બર સુધીનો સમયગાળો ચોમાસુ ગણાય છે. કેરલના કાંઠે નૈઋત્યના મૌસમી પવનો વરસાદ લાવે એ પછી તબક્કાવાર દક્ષિણ પશ્ચીમ મૌન્સૂન આગળ વધતું રહે છે. વર્તમાન વર્ષમાં ચોમાસાનો સમયગાળો સરેરાશ કરતા લાંબો રહયો છે. બે દિવસ પહેલા ઉત્તરાખંડે સિઝનમાં ના અનુભવી હોય તેવી ભારે વરસાદની ત્રાસદી સહન કરવી પડી.કેરલમાં પણ ભારે પૂરની પરીસ્થિતિમાં જનજીવન અસ્ત વ્યસ્ત બની ગયું. વિદાય લઇ રહેલા ચોમાસાની આ અટપટ્ટી ગતિએ હવામાનશાસ્ત્રીઓને મુંઝવી નાખ્યા છે. કલાયમેટ ચેન્જના એંધાણ મળે છે. પરંતુ ભારતીય મૌસમ વિભાગના જણાવ્યા અનુસાર હવે ટુંક સમયમાં જ ચોમાસુ ભારતમાંથી વિદાય લેશે. પૂર્વોત્તર ભારતના બાકી ભાગોમાં દક્ષિણ પશ્ચિમ મૌન્સૂન વિદાય લે તેવી પરીસ્થિતિ ઉભી થઇ રહી છે. 23 ઓકટોબર આસપાસ બંગાળની ઉત્તરી ખાડી, પશ્ચિમ બંગાળના બાકીના ભાગો, બંગાળની ખાડીના મધ્ય ભાગના કેટલાક વિસ્તારો,ઓડિશા. આંધ્રપ્રદેશ, તેલંગાના કેટલાક ભાગો,ગોવા,કર્ણાટક અને કેટલાક ભાગો તથા મધ્ય અરબ સાગર નજીકના વિસ્તારોમાંથી મોન્સૂન વિદાય લેશે. જયારે 26 ઓકટોબર આસપાસ સમગ્ર ભારતમાંથી ચોમાસુ વિદાય લેશે.સામાન્ય રીતે જુલાઇથી ઓગસ્ટ સુધીનો સમય મોન્સૂન ગણાય છે. જયારે પૂર્વોત્તર મોન્સૂન વરસાદ ભારતના દક્ષિણ પૂર્વ પ્રાયદ્વીપમાં વરસાદ ચાલુ રહે તેમ જણાય છે. બંગાળની ખાડી ભારતના દક્ષિણી પ્રાયદ્વીપ પર નિચેના ટ્રોપોસ્ફેરિક લેવલે ઉત્તર પૂર્વી તેજ પવન ફૂંકાય તેવી શકયતા છે. ભારતમાં હવામાનની વિવિધતા જોવા મળે છે આથી વરસાદનું પ્રમાણ અને ખેતીના પાકો અને જીવન જીવન પર પણ તેની અસર થાય છે. જો કે ભારતીય ઉપમહાદ્રીપનું જીવન શિયાળો,ઉનાળો અને ચોમાસુ એમ ત્રણ ઋતુઓમાં સ્પષ્ટ વહેચાયેલું છે. ચોમાસા પછી શિયાળાની શરુઆત થાય છે પરંતુ બે ઋતુઓ વચ્ચેનો સંધીકાળ મિકસ હવામાનનો હોય છે જેમાં આરોગ્ય જાળવવું પડે છે.