Saturday, December 6, 2025
Homeસમાચારરાષ્ટ્રીયવાંદરાઓ કુદી પડતા વીજ વાયર તુટી પડયો અને વીજ કરંટ ફેલાતા ભાગદોડ...

વાંદરાઓ કુદી પડતા વીજ વાયર તુટી પડયો અને વીજ કરંટ ફેલાતા ભાગદોડ : બે’ના મૃત્યુ

બારાબંકી જિલ્લાના હેદેરગઢમાં પ્રખ્યાત અવસનેશ્વર મહાદેવ મંદિરમાં વીજકરંટ લાગવાથી ભાગદોડ મચી ગઇ, મંદિર પર આવેલા ટીન રોડ પર કેટલાંક વાંદરાઓ કુદી પડતા વીજ વાયર તુટી પડયો અને ટીન શેડમાં વીજ કરંટ ફેલાયો લોકોમાં ભાગદોડ મચી જેમાં બે ના મૃત્યુ અને 40 ઘાયલ થયા હતાં.

- Advertisement -

બારાબંકી જિલ્લાના હૈદરગઢ વિસ્તારમાં સ્થિત પ્રખ્યાત અવસનેશ્ર્વર મહાદેવ મંદિરમાં વીજ કરંટ લાગવાથી ભાગદોડ મચી ગઈ હતી. જેના કારણે બે ભકતોના મોત જ્યારે 40 લોકો ઘાયલ થયા હતાં.

યુપીમાં શ્રાવણ માસ 15 દિવસ વહેલો શરૂ થાય છે. આજે ગુજરાતમાં શ્રાવણ માસનો પ્રથમ સોમવાર હોય યુપીમાં ત્રીજો સોમવાર ગણાય છે ત્યારે મળતી માહિતી મુજબ અવસનેશ્વર મહાદેવ મંદિરમાં ભીડ હતી. જલાભિષેક દરમિયાન કેટલાંક વાંદરાઓ મંદિરમાં સ્થિત છાવણીના ટીન પર કુદી પડયા હતાં. જેના કારણે વીજવાયર તુટી પડયો હતો. વાયર પડતા તેમાંથી વીજકરંટ શેડમાં ફેલાઈ ગયો નાસભાગ મચી ગઈ હતી. જેમાં બે લોકોના મોત નિપજ્યા જ્યારે 40 લોકો ઘાયલા થયા હતાં. મુખ્યમંત્રી આદિત્યનાથ યોગીએ અકસ્માતની નોંધ લીધી અને મૃતકોના પરિવારો પ્રત્યે સંવદના વ્યકત કરી હતી. તેમજ વહીવટી અધિકારીઓને ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં લઇ જવા અને યોગ્ય સારવાર આપવા સુચના આપી હતી. તેમજ રાહતકાર્ય ઝડપી બનાવવા સુચનો કર્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular