Monday, December 23, 2024
Homeરાજ્યહાલારમીઠાપુરના મહિલાના ઘરમાં ઘુસી સગીર પુત્રીની છેડતી

મીઠાપુરના મહિલાના ઘરમાં ઘુસી સગીર પુત્રીની છેડતી

આરંભડાના શખ્સે મહિલાને પછાડી દઇ પતાવી દેવાની ધમકી આપી : પોલીસ દ્વારા ગુનો નોંધી કાર્યવાહી

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, ઓખા મંડળના મીઠાપુર વિસ્તારમાં રહેતા એક મહિલાના ઘરમાં શનિવારે રાત્રિના સમયે પ્રવેશ કરી, આરંભડા – કૃષ્ણનગર વિસ્તારમાં રહેતા મહિપતભા ઉર્ફે કાયડી રમલભા કેર નામના શખ્સ દ્વારા ગેરકાયદેસર રીતે ઘરમાં પ્રવેશી, ઘરમાં રહેલા મહિલાની આશરે પોણા 14 વર્ષની સગીર વયની પુત્રીની આબરૂ લેવાના ઇરાદે આ શખ્સ દ્વારા વિવિધ રીતે છેડતી કરવામાં આવી હતી.

- Advertisement -

આટલું જ નહીં, ઘરમાં રહેલા સગીરાના માતાને નીચે પછાડી તેને ઈજા કર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપવા સબબની ફરિયાદ સગીરાના માતા દ્વારા મીઠાપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. આ સમગ્ર બનાવ અંગે પોલીસે આઈપીસી કલમ 354 (એ), 506 (2), 504, 447, 323 તથા પોકસો એક્ટ હેઠળ ગુનો, નોંધી આગળની તપાસ ઇન્ચાર્જ પી.આઈ. એમ.ડી. મકવાણા દ્વારા હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular