જામનગર તાલુકાના સીક્કા ગામમાં રહેતાં આઠ વર્ષના બાળકને એક સગીર રમવાના બહાને લઇ જઇને બાળક સાથે સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય આચર્યાની ઘટનાએ અરેરાટી ફેલાવી દીધી છે.
બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના સીક્કા ગામમાં રહેતાં આઠ વર્ષના માસુમ બાળક બે દિવસ પહેલાં સાંજના સમયે રમતો હતો તે દરમિયાન એક 17 વર્ષનો સગીર શખ્સ આવીને આ બાળકને રમવાના બહાને ફોંસલાવીને કારાભુંગા વિસ્તારમાં લઇ ગયો હતો જ્યાં બાળક સાથે સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય આચર્યુ હતું. ત્યારબાદ આ ઘટનાની જાણ કરાતા ભોગ બનનાર બાળકના વાલીએ પોલીસમાં જાણ કરી હતી. જેના આધારે પોલીસે ભોગ બનનાર બાળકને તબીબી તપાસ માટે મોકલી સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય આચરનાર સગીરને ઝડપી લઇ વધુ તપાસ હાથ ધરી હતી.