સંવત્સરીના પ્રસંગે અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જામનગરના જૈનદર્શન ઉપાશ્રય સંઘ પેલેસ દેરાસર, તેજ પ્રકાશ સોસાયટી દેરાસર, કામદાર કોલોની દેરાસર,કે.ડી. શેઠ દેરાસર અને ચાંદી બજાર દેરાસર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમમાંજોડાઈ, મહારાજ સાહેબના આશીર્વચન મેળવ્યા હતા.સાથે જ જૈન સમાજ દ્વારા મંત્રીનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મેયર બીનાબેન કોઠારી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારીયા, કોર્પોરેટરો સરોજબેન વિરાણી, નિલેશભાઈ કગથરા, સુભાષભાઈ જોશી, આશિષભાઈ જોશી, કિશનભાઈ માડમ, શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા, મહામંત્રી પ્રકાશભાઈ બાંભણિયા, મેરામણભાઈ ભાટુ, રાજુભાઈ વગેરે પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.