જામનગરમાં 24 કલાકમાં લઘુતમ તાપમાનનો પારો ર ડિગ્રી ગગડતાં તાપમાન 17.5 ડિગ્રી પહોંચતા ઠંડનો ચમકારો જોવા મળી રહ્યો છે. જો કે, મહતમ તાપમાન હજુ પણ 32 ડિગ્રી જેટલું રહેતું હોય બપોરના સમયે ગરમીનો શહેરીજનો અહેસાસ કરી રહયા છે. આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધવાનું હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઇ છે.
જામનગર શહેર-જિલ્લામાં દેવદિવાળી બાદ ધીમે-ધીમે ઠંડીનું વધતું પ્રમાણ જોવા મળી રહયું છે. છેલ્લા 24 કલાકમાં લઘુતમ તાપમાનનો પારો બે ડિગ્રી ગગડી જતાં તાપમાન 17.5 ડિગ્રીએ પહોંચ્યું છે. જામનગર કલેકટર કચેરીના કંટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર લઘુતમ તાપમાન 17.5 ડિગ્રી, મહતમ તાપમાન 32.1 ડિગ્રી હવામાં ભેજનું પ્રમાણ 56 ટકા તથા પવનની ગતિ 3.4 કિલોમીટર પ્રતિ કલાક નોંધાઇ હતી. મોડી સાંજે તથા વહેલી સવારે શહેરમાં ઠંડી જોવા મળી રહી છે. જયારે બપોરના સમયે હજુ પણ લોકો ગરમીનો સામનો કરી રહયા છે જેના પરિણામે મિશ્ર ઋતુથી તાવ, શરદી, ઉધરસના વાયરલ રોગચાળાના કસો ી રહયા છે. સવારે નોકરી, ધંધા અર્થે જતાં લોકો શાળાએ જતા બાળકો ઠંડીના પરિણામે સાલ તથા સ્વેટરનો સહારો લઇ રહયા છે. શિયાળામાં આગમનથી ગરમ વસ્ત્રોના વેચાણમાં પણ ધીમે-ધીમે ભીડ જામી રહી છે.
જામનગર શહેર ઉપરાંત ધ્રોલ, જોડિયા, લાલપુર, જામજોધપુર સહિતના ગ્રામ્ય પંથકોમાં પણ ધીમે-ધીમે ઠંડીનો માહોલ જામતો થઇ રહયો છે. મોડી રાત્રે ચા-કોફી, સુપ, કાવો જેવા ગરમ પીણાનો લોકો આનંદ લેવાનું લોકો શરૂ કરી રહયા છે. તો બીજી તરફ બપોરના સમયે હજુ પણ શેરડીનો રસ, લીંબુ સરબત જેવા ઠંડા પીણાનું ચલણ ચાલુ છે. મિશ્ર ઋતુને પરિણામે તાવ, શરદી, ઉધરસ જેવા વાયરલ રોગચાળાના કેસો વધતાં જામનગરની જી.જી. હોસ્પિટલ તથા ખાનગી હોસ્પિટલો દર્દીથી ઉભરાઇ રહી છે. શહેરમાં ઘરે-ઘરે વાયરલ રોગચાળના કેસો જોવા મળી રહયા છે. બીજી તરફ ઠંડીના આગમનથી સ્વાસ્થ્ય વર્ધક એવા શિયાળાનો પણ લોકો લેતા તળાવની પાળે મોર્નિંગ વોક, રનિંગ તેમજ કસરત કરનારાઓની સંખ્યામાં પણ ધીમે-ધીમે વધારો થતો જોવા મળી રહયો છે.