જામનગરમાં લઘુતમ તાપમાન 11.5 ડિગ્રી સુધી પહોંચી પવનોને કારણે લોકો તાપણાનો સહારો લેતા પણ જોવા મળ્યા હતાં. તેમજ મોડી સાંજે માર્ગો પર લોકોની ચહલ પહલ પણ ઘટતી જઇ રહી છે.
ડિસેમ્બર માસ મધ્યમાં પહોંચી ચૂકયો છે. આગામી દિવસોમાં નાતાલનું પર્વ તેમજ ન્યુ યર આવી રહ્યું છે. એવામાં જામનરગ ઠંડીની લપેટમાં આવી રહ્યું છે. જામનગરમાં લઘુતમ તાપમાનનો પારો સિંગલ ડિજીટ તરફ ધીમે ધીમે પ્રયાણ કરી રહ્યો છે. જામનગરમાં આજે મંગળવારે સવારે પૂરા થતા 24 કલાક દરમિયાન લઘુતમ તાપમાન 11.5 ડિગ્રીએ પહોંચી ચૂકયું છે. જામનગર કલેકટર કચેરીના કંટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર મહત્તમ તાપમાન 26.6 ડિગ્રી, લઘુતમ તાાપમાન 11.5 ડિગ્રી, હવામાં ભેજનું પ્રમાણ 55 ટકા તથા પવનની ગતિ 5.6 કિ.મી. પ્રતિ કલાક નોંધાઇ હતી.
તાપમાનમાં થયેલા ઘટાડાને પગલે શહેરીજનો ઠંડીમાં ઠુઠવાયા છે. શિયાળાનો અસલ મીજાજ જોવા મળતો જઈ રહ્યો છે. મોડી સાંજથી લઇ વહેલીસવાર સુધી કડકડતી ઠંડીથી શહેરીજનો ધુ્રુજી ઉઠયા હતાં. જામનગર શહેરની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ ંડીની ભારે અસર જોવા મળી રહી છે. ઠંડીન પારો ગડી રહ્યો હોય શહેરીજનો તાપણા તથા ગરમ વસ્ત્રોનો સહારો લઇ રહ્યા છે. આ ઉ5રાંત ગરમા ગરમ ચા-કોફી, કાવો, કઢેલું દુધ, સુપ જેવી ગરમ વસ્તુઓ લોકો આરોગી રહ્યા છે. આ ઉપરાંત શિયાળાની જમાવટની સાથે શેરડી, જીંજરા જેવી વસ્તુઓ પણ બજારમાં ખૂબ વેંચાઈ રહી છે.
શિયાળાની રૂતુમાં વહેલીસવારે તથા સાંજે વોકિંગ રનિંગ, યોગ કરનારાઓની સંખ્યા પણ વધી રહી છે. આ સાથે શિયાળામાં અડદિયા, કાટલુ, ખજુરપાક, ઉંધીયુ જેવી ખાણીપીણીનો પણ લોકો લુપ્ત ઉઠાવી રહ્યા છે. દિવસભર ઠંડા પવનોને કારણે વાતાવરણ ઠંડુગાર રહ્યું હતું. બર્ફીલા પવનોને કારણે નગરજનો ધુ્રજી ઉઠયા હતાં. ઉત્તર ભારતમાં હિમવર્ષાની અસર જામનગર સહિત હાલાર પંથકમાં જોવા મળી રહી છે. ઠંડીનું પ્રમાણ વધતા માર્ગો પર લોકોની ચહલ પહલ પણ ઘટતી જઈ રહી છે.
છેલ્લાં પાંચ દિવસનું તાપમાન
જામનગરમાં ઠંડીનું પ્રમાણ વધતા લઘુતમ તાપમાનનો પારો સીંગલ ડીઝીટ તરફ પ્રયાણ કરી રહ્યો છે.
- Advertisement -