Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરશાકમાર્કેટ નજીક ગાયે દંપતીને ઢીક મારી પછાડયું

શાકમાર્કેટ નજીક ગાયે દંપતીને ઢીક મારી પછાડયું

- Advertisement -

જામનગર શહેરના રાજમાર્ગો પર રખડતા ઢોરનો ત્રાસ સતત વધતો જાય છે. આ વકરતી સમસ્યાના નિરાકરણ માટે મહાનગરપાલિકાએ રાજમાર્ગો પરથી ઢોર ખદેડવા માટે રોજમદારોની નિમણૂંક કરી છે પરંતુ રોજમદારો દ્વારા મુખ્ય માર્ગો પરથી ઢોરને ખદેડતા આ ઢોર શેરી-ગલ્લીઓમાં જતાં રહે છે. જેને કારણે શહેરીજનોના ભયમાં ઘટાડો થવાને બદલે વધારો થઇ રહ્યો છે. દરમિયાન આજે સવારે શાક માર્કેટ પાસે હિન્દી ભાષી દંપતીને એક ગાયે ઢીક મારી પછાડી દેતા ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ દ્વારા જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular