Monday, December 23, 2024
Homeરાજ્યહાલારસીક્કા ગામના શખ્સે વધુ એક વેપારી સાથે લાખોની છેતરપિંડી આચરી

સીક્કા ગામના શખ્સે વધુ એક વેપારી સાથે લાખોની છેતરપિંડી આચરી

બાજ રીપેરીંગના સ્પેરપાટર્સ મંગાવ્યા : રૂા.2.56 લાખની રકમ ઓળવી ગયાની ફરિયાદ : પોલીસ દ્વારા તપાસ

- Advertisement -

જામનગર તાલુકાના સીક્કા ગામમાં રહેતાં શખ્સ સામે છેતરપિંડીની વધુ એક ફરિયાદ નોંધાઇ છે. શખ્સે બાજ રીપેરીંગને લગત પાસની ખરીદી કરી રૂા.2.56 લાખની રકમ વેપારીને નહીં ચૂકવી વિશ્ર્વાસઘાત કર્યાની નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે તપાસ આરંભી હતી. અગાઉ પણ આ શખ્સ વિરૂધ્ધ બે ફરિયાદ નોંધાઇ ગઈ છે.

- Advertisement -

મળતી વિગત મુજબ, જામનગર તાલુકાના સીક્કા ગામમાં પંચવટી સોસાયટીમાં રહેતાં અફઝલ કાસમ લાખાણી નામના શખ્સ વિરૂધ્ધ અગાઉ સોશિયલ મીડિયાની એક ફરિયાદ તથા પગાર અને ઉછીના નાણા નહીં ચૂકવવા ધમકી આપ્યાની બીજી ફરિયાદ નોંધાઇ હતી. ત્યારબાદ આજે વધુ એક ફરિયાદ નોંધાઈ છે જેમાં જામનગરના વેપારી રાજેશભાઈ ત્રિવેદીના રીસી ટે્રડર્સ નામની દુકાનમાંથી અફઝલ લાખાણીએ બાજ રીપેરીંગ માટેના લગત સ્પેરપાટર્સ તેની ‘દોવીઅર રીસાઈકલીંગ પ્રા.લિ.’ નામની કંપનીના નામે વેપારીને વિશ્ર્વાસમાં લઇ રૂા.2,56,020 ની ખરીદી આજથી ત્રણ વર્ષ પહેલાં કરી હતી. અફઝલે આ ખરીદી કર્યા બાદ નાણાંની ચૂકવણીમાં આનાકાની કરતાં કંટાળેલા વેપારી યુવાને આખરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીએસઆઈ ડી.બી. લાખણોત્રા તથા સ્ટાફે અફઝલ વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular