Sunday, December 22, 2024
Homeરાજ્યગુજરાતરેલવે હોસ્પિટલના તબીબી અધિક્ષક મહિલા તબીબને કપડાં બાબતે ટોકે છે !

રેલવે હોસ્પિટલના તબીબી અધિક્ષક મહિલા તબીબને કપડાં બાબતે ટોકે છે !

મહિલા તબીબની વારંવાર શારીરિક છેડતી-માનસિક ત્રાસ

- Advertisement -

વડોદરા શહેરના રેલવે હોસ્પિટલમાં ફરજ બજાવતી મહિલા તબીબે ચીફ મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ વિરુદ્ધ સતામણી અને ટોર્ચર કરાયાની ફરિયાદ નોંધાઈ છે. અધિક્ષક યે કુર્તા તુજપે બહોત જમતા હે કહીને સતામણી કરતો હતો. તેઓએ નેશનલ વુમન કાઉન્સિલમાં કરેલી અરજીને પાછી ખેંચી લેવા માટે અજાણ્યા શખ્સ દ્વારા તેમને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાની પણ ફરિયાદ આપતાં મકરપુરા પોલીસે તપાસ હાથ ધરી છે.
રેલવે હોસ્પિટલમાં ફરજ બજાવતા મહિલા તબીબે રેલવે હોસ્પિટલના ચીફ મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ગંભીર આક્ષેપ કર્યા છે. તેઓએ મકરપુરા પોલીસ મથકમાં ફરિયાદ આપતા જણાવ્યું હતું કે રેલવે હોસ્પિટલના ચીફ મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. બ્રહ્મ પ્રકાશ છેલ્લા ઘણા સમયથી તેઓની શારીરિક છેડતી કરે છે. તેમજ કામ બાબતે તેઓને ટોર્ચર કરવામાં આવે છે.

- Advertisement -

ચીફ મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ દ્વારા તેઓને અવારનવાર અલગ અલગ સ્થળે બોલાવવામાં આવે છે. તેમજ તેઓને કપડા પહેરવા બાબતે પણ ટોકવામાં આવે છે. આ અંગે તેઓએ નેશનલ કાઉન્સિલમાં અરજી કરી હતી. તેમજ રેલવેના ઉચ્ચ અધિકારીઓને પણ આ બાબતે ફરિયાદ કરી હતી.મહિલા તબીબે આરોપ લગાવ્યો હતો કે ડો.બ્રહ્મ પ્રકાશે તેમને બદલી કરવાની ધમકી આપી હતી અને સબંધ બાંધવા પણ જણાવ્યું હતું. તેના ત્રાસથી તે 1 મહિનાની રજા પર પણ ઉતરી ગઇ હતી .જોકે બે દિવસ અગાઉ સોમવારે મહિલા તબીબ હોસ્પિટલના ગેટ નજીકથી ચાલતા જતા હતા તે સમયે એક અજાણ્યા બાઈકચાલકે તેઓને ટક્કર મારી હતી. તેઓ પડી જતા ત્યાં માસ્ક ધારી અજાણ્યા બાઇક ચાલકે તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

સમગ્ર ઘટના સંદર્ભે તેઓએ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. વડોદરા રેલવે ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર અમીત કુમાર ગુપ્તાએ જણાવ્યું હતું કે રેલવે હેડકવાર્ટર ખાતેથી પણ આ પ્રકરણમાં તપાસ ચાલી રહી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular