Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરમેયરે શહેરમાં રસીકરણ ઝુંબેશની વ્યવસ્થાનું કર્યું નિરીક્ષણ

મેયરે શહેરમાં રસીકરણ ઝુંબેશની વ્યવસ્થાનું કર્યું નિરીક્ષણ

- Advertisement -

રાજ્યમાં મુખ્યમંત્રી દ્વારા આજથી દશ શહેરોમાં રસિકરણનું મહાઅભિયાન શરુ કરવામાં આવ્યું છે. જેને ધ્યાને લઇ જામનગરમાં પણ 30 સેન્ટરો ઉપર 18 થી 44 વયના 200 વ્યક્તિઓને કોરોના રસી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. જે માટે જામનગર મહાનગરપાલિકાના મેયર બીનાબેન કોઠારી દ્વારા આ કામગીરીનું મોનિટરીંગ કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા રાજ્યમાં દશ શહેરોમાં રસિકરણ મહાઅભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જામનગરમાં મહાનગરપાલિકા દ્વારા કુલ 30 વેક્સિનેશન સેન્ટરો ખાતે રસિકરણની તૈયારી કરવામાં આવી છે. મુખ્યમંત્રી દ્વારા જાહેરાત કરવાની સાથે જ જામ્યુકો દ્વારા તાબડતોબ વ્યવસ્થા કરી 30 સેન્ટરો ઉપર 18 થી 44 વર્ષની વ્યક્તિઓ 200 લોકોના રસિકરણ માટે વધારાની વ્યવસ્થા કરી છે. જે માટે મેયર બીનાબેન કોઠારી દ્વારા રસી મેળવવા માટે લોકોને કોઇ મુશ્કેલી ન પડે તે માટે સતત દેખરેખ રાખી હતી. આ ઉપરાંત ઓનલાઇન રજીસ્ટ્રેશનની પ્રક્રિયાનું પણ સતત મોનિટરીંગ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીની સૂચના અનુસાર જામનગરમાં પણ રસિકરણ અભિયાન વેગવંતુ બનાવવામાં આવશે. તેમજ 18 થી 44 વર્ષની સાથે 45 વર્ષના ઉપરના લોકોનું રસિકરણ પણ ચાલુ રહેશે. જેથી લોકોને રજીસ્ટ્રેશન કરાવી નિયત સમયે રસી મેળવવા અને મહાનગરપાલિકાને સહકાર આપવા અપીલ કરી હતી.
ઓનલાઇન રજીસ્ટ્રેશન શરૂં થતાં જ મેયર દ્વારા આ કામગીરીનું સતત મોનિટરીંગ કરી અધિકારીઓને જરૂરી માર્ગદર્શન તેમજ સૂચના પણ પુરી પાડી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular