જામનગર મહાનગરપાલિકામાં આજરોજ મેયર બીનાબેન કોઠારી દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાયું હતું. જેમાં અધિકારીઓ અને કર્મચારીઓ સમયસર આવે છે કે, નહીં તે ચકાસવા મેયર મહાનગરપાલિકાના ગેઇટ પાસે ઉભા રહ્યાં હતાં અને ચેકિંગ કર્યું હતું.
સમયસર આવતાં અધિકારીઓ અને કર્મચારીઓને બિરદાવ્યા પણ હતાં. જામનગર મહાનગરપાલિકામાં અધિકારીઓ અને કર્મચારીઓ સમયસર ફરજ પર આવે તે માટે આજરોજ મેયર બીનાબેન કોઠારી દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાયું હતું. મેયર બીનાબેન કોઠારી તથા ડે.મેયર તપન પરમાર ખુદ મહાનગરપાલિકાના ગેઇટ પાસે ઉભા રહી ચેકિંગ કર્યું હતું અને સમયસર અધિકારીઓ અને કર્મચારીઓ આવે છે કે, નહીં તેનું નિરિક્ષણ કર્યું હતું. તેમજ સમયસર આવતાં અધિકારીઓ તેમજ કર્મચારીઓને બિરદાવ્યા હતાં. જામનગર મહાનગરપાલિકાના જન્મ-મરણ પ્રમાણપત્ર, વેરો ભરવા સહિતના અનેક કામો માટે શહેરના નાગરિકો મોટી સંખ્યામાં આવતાં હોય છે. ત્યારે અધિકારીઓ તથા કર્મચારીઓ જો સમયસર ન આવે તો લોકોને પરેશાનીનો સામનો કરવો પડી શકે છે.
જેને ધ્યાને લઇ મેયર દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાયું હતું અને જામનગરના નાગરિકોના મહાનગરપાલિકાના વિવિધ કામો માટે સમયસર ફરજ પર આવતાં કર્મચારીઓને બિરદાવી તેમનો આભાર માન્યો હતો.