ખંભાળિયામાં પોરબંદર રોડ ઉપર આવેલી એક દરગાહમાં લોખંડના ડેલાની ચોરી થવા સબબ પોલીસમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ પ્રકરણના અનુસંધાને ખંભાળિયાના ઇન્ચાર્જ પી.આઇ. નિકુંજ જોષીના માર્ગદર્શન હેઠળ સ્થાનિક સ્ટાફ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી અંતર્ગત સર્વેલન્સ સ્ટાફના કોન્સ્ટેબલ યોગરાજસિંહ ઝાલા તથા કાનાભાઈ લુણાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ખંભાળિયામાં શક્તિનગર વિસ્તારમાં આવેલા શિરૂ તળાવ ખાતે રહેતા ગોવિંદ ભીખુભાઈ પરમાર નામના 32 વર્ષના શખ્સને ઝડપી લઇ, તેની પાસેથી ચોરી કરીને રાખવામાં આવેલો રૂપિયા 2,500 ની કિંમતનો લોખંડની ડેલો પોલીસે કબજે લઈ, આગળની કાર્યવાહી કરી હતી.