Monday, December 23, 2024
Homeરાજ્ય40 વર્ષની ઉંમરે તરૂણીને ઉપાડી જનાર, ‘ભાભો’ થયો ત્યારે પકડાયો

40 વર્ષની ઉંમરે તરૂણીને ઉપાડી જનાર, ‘ભાભો’ થયો ત્યારે પકડાયો

30 વર્ષ પહેલાંની આ ઘટનાની તરૂણી, હાલ કયાં છે ? તે રહસ્ય…!

- Advertisement -

ધોરાજીના સુપેડી ગામેથી 1991ની સાલમાં તરૂણીને ભગાડી ગયેલા આરોપી ધીરૂભાઈ પોલાભાઈ સોવસીયાને રાજકોટ રૂરલ પોલીસની એન્ટીહ્યુમન ટ્રાફિકિંગ સ્કવોડે 30 વર્ષ બાદ ઝડપી લઈ ધોરાજી પોલીસના હવાલે કર્યો છે.

- Advertisement -

આરોપી ધીરૂ ભગાડી જવાયેલી તરૂણીના માતા પિતા સાથે મજૂરીકામ કરતો હતો. એટલું જ નહીં સુપેડી ગામે તેમની બાજુમાં રહેતો હતો. તે વખતે તેની ઉંમર 40 વર્ષની હતી અને ત્રણ સંતાનોનો પિતા હતો. આમ છતા 17 વર્ષની તરૂણીને ભગાડી ગયો હતો. જેને લઈ તે સુરત પહોંચ્યો હતો અને તરૂણીને બે સંતાનોની માતા બનાવી હતી. પાંચેક વર્ષ સુધી તે તરૂણી કે જે હવે યુવતી બની ગઈ હતી તેની સાથે રહ્યા બાદ તેની પાસે બંને સંતાનોને મુકી જતી રહી હતી.

ત્યારબાદ આરોપી ધીરૂ ઘણાં વર્ષો સુધી સુરત, રાજસ્થાન અને હિમાચલ પ્રદેશમાં રહ્યો હતો. ધોરાજી પોલીસમાં તેના વિરુદ્ધ અપહરણનો ગુનો નોંધાયો હતો. પોલીસે તેની ઘણાં વર્ષો સુધી શોધખોળ કરી હતી, પરંતુ મળતો ન હતો. એન્ટીહ્યુમન ટ્રાફિકિંગ સ્કવોડના પીએસઆઈ સી. એસ. વાછાણી પાસે આ કેસ આવતા એએસઆઈ જગત તેરૈયાને તપાસમાં લગાડયા હતા.

- Advertisement -

જેણે દોઢેક મહિના સુધી છાનબીન કરતા માહિતી મળી હતી કે, આરોપી ધીરૂ હાલ કોટડાસાંગાણીના બીલેશ્વર મંદિર પાસે ઝૂંપડામાં રહે છે. જેથી ત્યાંથી તેને ઝડપી લીધો હતો. હવે તેની ઉંમર 69 વર્ષ થઈ ગઈ છે, તેણે પોલીસને કહ્યું કે જે તરૂણીને ભગાડી ગયો હતો તેને પાંચેક વર્ષ બાદ સુરતના કામરેજથી બસમાં બેસાડી દીધી હતી. બંને પુત્રો તેની પાસે હતા. જેના બાદમાં બીમારીને કારણે મૃત્યુ નીપજ્યા હતા.

પોલીસ હવે તે જે તરૂણીને ભગાડી ગયો હતો તે હાલ ક્યાં છે તેની તપાસ કરી રહી છે. બસમાં બેસાડી દીધાની જે કેફીયત આપી છે તેમાં તથ્ય છે કે કેમ તે પણ પોલીસ ચકાસી રહી છે. તેને પોલીસે રિમાન્ડ પર લેવાનો નિર્ણય કર્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular