કાલાવડ તાલુકાના નાની વાવડી ગામના વાડી વિસ્તારમાંથી પોલીસે રેઇડ દરમ્યાન રૂા.10,800ની કિંમતની 27 બોટલ દારૂ સાથે શખ્સને ઝડપી લીધો હતો. જામનગર તાલુકના મોરકંડા ગામમાં રહેતાં શખ્સના મકાનમાંથી પોલીસે દારૂની 10 બોટલ અને બીયરના 04 ટીન સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ બનાવની વિગત મુજબ, કાલાવડ તાલુકાના નાની વાવડી ગામની સીમમાં આવેલા ખેતરની ઓરડીમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે પીઆઇ યુ.એચ.વસાવા તથા સ્ટાફે રેઇડ દરમ્યાન ઓરડીની તલાશી લેતાં તેમાથી રૂા.7,600ની કિંમતની 19 બોટલ અને રૂા.3,200ની કિંમતની 8 બોટલ મળી કુલ રૂા.10,800ની કિંમતની 27 બોટલ દારૂ સાથે પોલીસે ડુંગરસિંગ વેરસિંગ તોમર નામના શખ્સને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જામનગર તાલુકાના મોરકંડા ગામમાં પાણીના ટાંકા પાસે રહેતાં સંજય દેવશી મકવાણા નામના શખ્સના મકાનમાંથી પંચ-બી પોલીસે તલાશી લેતાં રૂા.5000ની કિંમતની દારૂની 10 બોટલ અને રૂા.400ની કિંમતના બિયરના 4 ટીન મળી આવતાં પોલીસે દારૂ અને બિયરના જથ્થા સાથે સંજયને ઝડપી લઇ પૂછપરછ હાથ ધરી હતી.
કાલાવડના નાની વાવડીમાંથી દારૂના જથ્થા સાથે શખ્સ ઝડપાયો
પોલીસે રૂા.10,800નો દારૂ કબ્જે કર્યો : મોરકંડામાં રહેણાંક મકાનમાંથી દારૂના જથ્થા સાથે શખ્સ ઝબ્બે