જામનગર શહેરમાં દિગ્જામ સર્કલ પાસેની હિમાલય સોસાયટીમાં રહેતાં શખ્સના મકાનમાં દારૂનો જથ્થો હોવાની પેરોલ ફર્લો સ્કવોર્ડને મળેલી બાતમીના આધારે રેઈડ દરમિયાન રૂા.35500 ની કિંમતની 71 બોટલ અને એક મોબાઇલ ફોન સહિત રૂા.40500 નો મુદ્દામાલ સાથે શખ્સને ઝડપી લીધો હતો.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના દિગ્જામ સર્કલ નજીક આવેલી હિમાલય સોસાયટીમાં રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની હેકો લખધીરસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, ભરત ડાંગરને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા દિપન ભદ્રનની સૂચનાથી ઈન્ચાર્જ પીઆઈ એસ. એસ. માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કવોર્ડના પીએસઆઈ એ.એસ. ગરચર, હેકો લખધીરસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, સુરેન્દ્રસિંહ ચૌહાણ, રણજીતસિંહ પરમાર, સલીમભાઈ નોયડા, કાસમભાઈ બ્લોચ, મેહુલભાઈ ગઢવી, ભરતભાઈ ડાંગર, રાજેશભાઈ સુવા, ગીરીરાજસિંહ જાડેજા તથા પો.કો. ધર્મેન્દ્રભાઈ વૈષ્ણવ, મહિપાલ સાદીયા તથા અરવિંદગીરી ગોસાઈ સહિતના સ્ટાફે રેઈડ દરમિયાન સાગર વિજય કુંભારના મકાનમાંથી તલાસી લેતા રૂા.35500 કિંમતની 71 બોટલ દારૂ અને રૂા.5000 ની કિંમતનો મોબાઇલ મળી કુલ રૂા.40500 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ પૂછપરછ હાથ ધરતા આ દારૂના જથ્થામાં પ્રવિણ ઉર્ફે પવી નામના શખ્સની સંડોવણી ખુલ્લી હતી. જેના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
શહેરના મકાનમાંથી દારૂના જથ્થા સાથે શખ્સ ઝડપાયો
પેરોલ ફર્લો સ્કવોર્ડ દ્વારા દરોડામાં 71 બોટલ દારૂ અને મોબાઇલ કબ્જે : એક શખ્સની સંડોવણી ખુલ્લી