દેવભૂમિ દ્વારકા જિલ્લા એલસીબી પોલીસ દ્વારા કરવામાં આવેલી કામગીરી અંતર્ગત સ્ટાફના હેડ કોન્સ્ટેબલ બોઘાભાઈ કેસરિયા દ્વારા અત્રે ખામનાથ પુલ પાસેથી અહીંની વીજ કચેરીમાં ફરજ બજાવતા અને અત્રે જુની મામલતદાર ઓફીસની પાછળના વિસ્તારમાં નાગરપાડા ખાતે રહેતા જસ્મીન ઉર્ફે કાનો રાજેશભાઈ કાનાણી નામના 23 વર્ષના શખ્સને ધોકા સાથે ઝડપી લેવામાં આવ્યો હતો.
આ સાથે આ જ વિસ્તારમાંથી એલસીબી સાથે અત્રે ભઠ્ઠી ચોક વિસ્તારમાં રહેતા આરીફ ઉર્ફે આરીફ બાપુ અલી બુખારી નામના 30 વર્ષીય મુસ્લિમ શખ્સને છરી ઝડપી લઇ, આ બન્ને શખ્સો સામે જી.પી. એક્ટની કલમ 135 (1) મુજબ કાર્યવાહી કરી, ખંભાળિયા પોલીસને સોંપવામાં આવ્યા હતા.