Monday, December 23, 2024
Homeરાજ્યમોરજર ગામેથી વ્હીસ્કીના 288 પાઉચ અને 32 બોટલ દારુ સાથે શખ્સ ઝડપાયો

મોરજર ગામેથી વ્હીસ્કીના 288 પાઉચ અને 32 બોટલ દારુ સાથે શખ્સ ઝડપાયો

બે આરોપી ફરાર : પોલીસે અડધા લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

- Advertisement -

ભાણવડ તાલુકાના મોરજર ગામે પોલીસ ચેકિંગમાં હતી તે દરમિયાન એક રહેણાંક મકાનમાંથી વ્હીસ્કીના 288 પાઉચ અને 32 બોટલ દારુ સાથે એક શખ્સને ઝડપી પડ્યો હતો. પુછપરછમાં અન્ય બે આરોપીનું નામ સામે આવતા પોલીસે બન્નેની તપાસ હાથ ધરી તમામ વિરુધ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

ભાણવડ તાલુકાના મોરજર ગામે રહેતો રાહુલ ઉગા બગડા નામનો શખ્સ ઈંગ્લીશ દારૂનો જથ્થો રાખી વહેચાણ કરતો હોવાની બાતમીના આધારે પોલીસે તેના રહેણાંક મકાને દરોડો પાડતા ત્યાંથી વ્હીસ્કીના 288 પાઉચ જેની કિંમત રૂ.28800 અને  દારૂની 32 બોટલ મળી રૂ.15400નો મુદ્દામાલ મળી કુલ રૂ.42200નો દારૂનો જથ્થો જપ્ત કરી વિમલ ઉર્ફે ગુગો નામના શખ્સની અટકાયત કરી હતી. પુછપરછમાં જાણવા મળ્યું હતું કે મનીષ ચના બગડા અને રાહુલ ઉગા બગડા નામના શખ્સો સાથે ભાગીદારીમાં તે દારૂ વહેચતો હતો. પોલીસે આ બંને ફરાર આરોપીઓની તપાસ હાથ ધરી રાહુલની ધરપકડ કરી પોલીસ દફતરમાં તમામ વિરુધ ગુન્હો દાખલ કર્યો હતો.

આ કાર્યવાહીમાં પીએસઆઈ ઈનએચ જોશી, પીએસઆઈ આરએ નોયડા, તેમજ એએસઆઈ મહેન્દ્રસિંહ રાણા સહીતના સ્ટાફ દ્રારા કરવામાં આવી હતી.   

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular