આ અંગેની વિગત મુજબ જામનગર એલસીબીના ફીરોજ ખફી અને શીવભદ્રસિંહ જાડેજાને મળેલ બાતમીના આધારે ખીમરાણા ગામના પાટીયા પાસેથી રેહાન ઇકબાલ બેલીમ રહે . પટણીવાડ , પુરબીયાની ખડકી પાસે , જામનગરના શખ્સને આંતરી તલાસી લેતા તેના કબ્જામાંથી લાયસન્સ વગરની એક પિસ્ટલ કિ.રૂ. ૨૫,૦૦૦ અને જીવતા કાર્ટીસ નંગ ૧ કિ.રૂ. ૧૦૦ મળી કુલ રૂ . ૨૫,૧૦૦ નો મુદામાલ મળી આવ્યો હતો.
પોલીસે ૨૫,૧૦૦ નો મુદામાલ કબ્જે કરી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ કાર્યવાહી પો.ઇન્સ. એસ.એસ.નિનામાની સુચના થી પો.સ.ઇ. આર.બી.ગોજીયા, પો.સ.ઇ. બી.એમ.દેવમુરારી , કે.કે.ગોહીલ તથા એલ.સી.બી. સ્ટાફના માંડણભાઇ વસરા, સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, અશ્વિનભાઇ ગંધા, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપભાઇ તલવાડીયા , હીરેનભાઇ વરણવા , ભગીરથસિંહ સરવૈયા , હરદિપભાઇ ધાધલ , વનરાજભાઇ મકવાણા , ઘાનાભાઇ મોરી , ખીમભાઇ ભોચીયા , અશોકભાઇ સોલંકી , યશપાલસિંહ જાડેજા , હિતેન્દ્રસિંહ જાડેજા , દોલતસિંહ જાડેજા , ઘનશ્યામભાઇ ડેરવાળીયા , ફીરોજભાઇ ખફી , શીવભદ્રસિંહ જાડેજા , નિર્મળસિંહ જાડેજા , યોગરાજસિંહ રાણા , કિશોરભાઇ પરમાર , બળવંતસિંહ પરમાર , લખમણભાઇ ભાટીયા , સુરેશભાઇ માલકીયા , દયારામ ત્રિવેદી તથા ધર્મેન્દ્રસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામા આવી હતી…