જામનગર શહેરમાં લાલ બંગલા પાસે સરકારી વસાહતમાં રખડતા ઢોર પકડવાની કામગીરી કરતી ટીમને ગાયને કેમ સરકારી ડબ્બે પૂરવી છે ? તેમ કહી કર્મચારી સાથે જેમ ફાવે તેમ ગાળો બોલી બળજબરીપૂર્વક ગાયને છોડાવીજનાર શખ્સ વિરૂધ્ધ પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર મહાનગરપાલિકાની ઢોર પકડવાની ટીમના ખોડીદાસભાઈ મકવાણા અને તેમના સ્ટાફ દ્વારા ગત તા.17 ના રોજ રાત્રિના સમયે લાલ બંગલા પાસે આવેલી સરકારી વસાહતમાં અંદર રખડતા ઢોર પકડવાની કામગીરી કરતા હતાં તે દરમિયાન ગુરૂદ્વારા ચોકડી પાસે રહેતો સુરેશ ઉર્ફે ઘોઘો ચીનો ખટાણા નામના શખ્સે આવીને ખોડીદાસભાઈ તથા તેમની ટીમને ‘મારી ગાયને કેમ પકડી છે ?’ તેમ કહી ટીમ સાથે જેમ ફાવે તેમ ગાળાગાળી કરી ઉગ્ર બોલાચાલી કરી પકડેલી ગાયને બળજબરીપૂર્વક છોડાવી લઇ ગયો હતો. ત્યારબાદ ખોડીદાસભાઈ દ્વારા આ બનાવ અંગે સિટી એ ડીવીઝન દ્વારા સુરેશ ઉર્ફે ઘોઘો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા એએસઆઈ એમ.એ. જાડેજા તથા સ્ટાફે તપાસ આરંભી હતી.