Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીયદેશમાં 5 મહિના બાદ કોરોનાના સૌથી ઓછા કેસ નોંધાયા

દેશમાં 5 મહિના બાદ કોરોનાના સૌથી ઓછા કેસ નોંધાયા

- Advertisement -

દેશમાં કોરોના વાયરસની ત્રીજી લહેરની આશંકાઓ વચ્ચે રાહતના સમાચાર આવ્યા છે, છેલ્લા 24 કલાક દરમિયાન, દેશમાં 5 મહિના બાદ આજે કોરોનાના સૌથી ઓછા કેસ નોંધાયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ અનુસાર છેલ્લા 24 કલાક દરમિયાન દેશભરમાં કોરોના વાયરસના 28204 નવા કેસ નોંધાયા છે, જે લગભગ 5 મહિના એટલે કે 147 દિવસમાં સૌથી ઓછા છે.

- Advertisement -

દેશના મોટાભાગના રાજ્યોમાં હવે નવા કેસો ઝડપથી ઘટી રહ્યા છે, પરંતુ કેરળની સ્થિતિ હજુ ચિંતાજનક છે.આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાક દરમિયાન કેરળમાં કોરોના વાયરસના 13049 નવા કેસ નોંધાયા છે, એટલે કે, છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં નોંધાયેલા કોરોના કેસોમાં 46 ટકાથી વધુ કેસ કેરળના છે.

છેલ્લા 24 કલાક દરમિયાન દેશમાં કોરોના વાયરસના કારણે 373 લોકોના મોત થયા છે અને એકલા કેરળમાં 105 લોકોના મોત થયા છે. તો દેશભરમાં છેલ્લા 24 કલાકમાં 41,511 લોકો કોરોનાથી સાજા થયા છે એટલે કે એક્ટિવ કેસમાં કુલ 13680નો ઘટાડો થયો છે.  દેશમાં એક્ટિવ કેસની સંખ્યા હવે ચાર લાખથી ઓછી છે. કુલ 3 લાખ 88 હજાર લોકો હજુ કોરોનાથી સંક્રમિત છે, જેની સારવાર ચાલી રહી છે. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular