Friday, December 5, 2025
Homeસમાચારરાષ્ટ્રીયઆધેડ બનેવી અને જુવાન સાળીની પ્રેમકહાની વાયરલ

આધેડ બનેવી અને જુવાન સાળીની પ્રેમકહાની વાયરલ

કહેવાય છે કે, પ્રેમ આંધળો હોય છે, પ્રેમને ના જાત કે ઉમર સાથે કોઇ સંબંધ હોતો નથી આવો જ એક કિસ્સો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. અહીં એક સાળીને પોતાનાથી ડબલ ઉંમરના બનેવી સાથે પ્રેમ થઈ ગયો. પ્રેમ એવો થયો કે તેણે ન તો પોતાની બહેન વિશે વિચાર્યું ન સમાજ વિશે. બંનેએ લગ્ન કરી લીધા. હવે બનેવી સાળીની જોડીનો એક ઇન્ટરવ્યૂ ખૂબ જ ચર્ચાનો વિષય બની ગયો છે.

- Advertisement -

આ વીડિયોને ઇન્સ્ટાગ્રામના mediamunchofficial પર શેર કરવામાં આવ્યો છે. આમ તો સ્પષ્ટ નથી થયું કે આ કપલ ક્યાંના રહેવાસી છે. પણ વાત કરવાની રીત પરથી યૂપીના કોઈ ગામડાના રહેવાસી લાગી રહ્યા છે. વીડિયોમાં વૃદ્ધ જેવા દેખાતા બનેવી અને એક જવાન સાળી પોતાની લવ સ્ટોરી સૌની સામે બતાવતા દેખાઈ રહ્યા છે. બનેવીની ઉંમર લગભગ 55 વર્ષ હોવાનું કહેવાય છે, જ્યારે સાળી ખાલી 18 વર્ષની છે. બંને કેમેરા સામે ડર્યા વિના પોતાની વાત રજૂ કરી રહ્યા છે. સાળી ગુલાબી સાડીમાં છે જ્યારે બનેવીને સફેદ વાળ અને દાઢીમાં એકદમ શાંત અંદાજમાં ઊભેલા જોવા મળ્યા હતા.

વીડિયોમાં સાળી બિદાસ કહે છે કે તેની દીદીની તબિયત થોડા દિવસથી ખરાબ છે. તેથી તે બહેનના ઘરે ખાવાનું બનાવવા જતી હતી. ધીમે ધીમે આવતા-જતાં બંને વચ્ચે વાતચીત થવા લાગી, પછી મુલાકાતો થવા લાગી અને જોતજોતામાં બંને એકબીજાની એટલા નજીક આવ્યા કે પ્રેમ થઈ ગયો. પછી અમે વિચાર્યું કે હવે તો લગ્ન કરી જ લઈએ. બસ પછી શું કે બંનેએ લગ્ન કરી લીધા. એક અન્ય વીડિયોમાં સાળી કહે છે કે તમારી નજરમાં આ વૃદ્ધ હશે, પણ મારી નજરમાં તે ખૂબ જ સ્માર્ટ છે.

- Advertisement -

આ વીડિયો જોયા બાદ સોશિયલ મીડિયા પર યુઝર્સ અલગ અલગ પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે. કોઈએ લખ્યું કે, દીદીની તબિયત ઠીક થઈ કે નહીં, તો કોઈએ મજાક કરી કે દીદી કા ચૂલ્હા ફૂંકતે ફૂંકતે દુલ્હા હી ફૂંક દીયા. એક વ્યક્તિએ લખ્યું કે બાબૂ મોશાય, પ્યાર તો અંધા હોતા હૈ. એક શખ્સે તો સાળીની ઉંમર પર જ સવાલ ઊભો કરી દીધો. કહ્યું કે બનેવી 55 વર્ષ અને સાળી 18 વર્ષની વાત કંઈ હઝમ થતી નથી. હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular