Friday, November 22, 2024
Homeધર્મ / રાશિ580 વર્ષ બાદ આવતીકાલે સૌથી લાબું ચંદ્રગ્રહણ, ભારતમાં આ જગ્યાએ દેખાશે

580 વર્ષ બાદ આવતીકાલે સૌથી લાબું ચંદ્રગ્રહણ, ભારતમાં આ જગ્યાએ દેખાશે

આ રાશીના લોકો માટે શુભ રહેશે

- Advertisement -

વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ આવતીકાલે 19 નવેમ્બર શુક્રવારે થવાનું છે. આ આંશિક ચંદ્રગ્રહણ હશે જે ભારતના ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં દેખાશે. નિષ્ણાતોના મતે આવું 580 વર્ષ પછી થશે જ્યારે આટલું લાંબુ આંશિક ચંદ્રગ્રહણ જોવા મળશે. આ પહેલા આટલું લાંબુ ચંદ્રગ્રહણ 18 ફેબ્રુઆરી 1440ના રોજ થયું હતું.

- Advertisement -

આ ગ્રહણ ભારતના પૂર્વોત્તર વિસ્તારોમાં જોવા મળશે. તે અરુણાચલ પ્રદેશ અને આસામના કેટલાક ભાગોમાં જોઈ શકાશે. આ સિવાય તેને ઉત્તર અને દક્ષિણ અમેરિકા, ઓસ્ટ્રેલિયા, પૂર્વ એશિયા અને પેસિફિક ક્ષેત્રમાં જોવા મળશે. પંચાંગ અનુસાર કારતક શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે વૃષભ અને કૃતિકા નક્ષત્રમાં ચંદ્રગ્રહણ થઈ રહ્યું છે. જે તુલા, કુંભ અને મીન રાશિના લોકો માટે શુભ રહેશે. આ ત્રણ રાશિના લોકોને તેમના કરિયરમાં પ્રગતિ થશે. બીજી તરફ વૃષભ, સિંહ, વૃશ્ચિક અને મેષ રાશિના લોકોની પરેશાનીઓ વધશે.

6કલાક ચાલનારું આ ચંદ્રગ્રહણ વેધ કે સુતક પાળવાનું ન હોવાનો મત જ્યોતિષો આપી રહ્યા છે.મંદિરોના દ્વાર પણ ખુલ્લા રહેશે. આવતીકાલનું આ ચંદ્રગ્રહણ હિંદુ સવંત વર્ષનું પહેલું ને વર્ષ 2021નું બીજું ચંદ્રગ્રહણ હશે. ત્યારબાદ 19 વર્ષ પછી વૃષભ રાશીમાં આ પ્રકારનું લાંબુ ચંદ્રગ્રહણ 648 વર્ષ પછી 2669માં જોવા મળશે.ભારતીય સમય અનુસાર શુક્રવારે સવારે 11:32:09 કલાકે ગ્રહણનો ભુમંડલે સ્પર્શ થશે બપોરે 2:32:55 કલાકે મધ્ય અને સાંજે 5:33:40 કલાકે મોક્ષ થશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular