જામનગર શહેરમાં જૂના રેલવે સ્ટેશન પાસે આવેલી ફરસાણની દુકાનમાં રાત્રિના સમયે તસ્કરો ત્રાટકયા હતાં અને તસ્કરોએ આશરે 6000 ની રોકડ રકમની ચોરી કરી દુકાનનો સામાન વેરવિખેર કરી નાખી નુકસાન પહોંચાડયું હતું.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના જૂના સ્ટેશન પાસે આવેલી ઝુલેલાલ સ્વીટ નામની ફરસાણની દુકાનના રાત્રિના સમયે તસ્કરો ત્રાટકયા હતાં. તસ્કરોએ દુકાનમાં રાખેલી અંદાજે રૂા.6000 ની રોકડ રકમ ચોરી કરી ગયા હતાં તેમજ દુકાનમાં રહેલો ફરસાણનો સામાન વેર-વિખેર કરી કરી નુકસાન પહોંચાડયું હતુું. આજે સવારે આ ચોરી થયાની જાણ થતા પોલીસે સ્થળ પર પહોંચી જઈ અજાણ્યા તસ્કરો વિરૂધ્ધ ચોરીનો ગુનો નોંધી તસ્કરોનું પગેરું મેળવવા ચક્રો ગતિમાન કર્યા હતાં.