જામનગર તાલુકાના ફલ્લા ગામે મોડીરાત્રે શરૂ થયેલો વરસાદ મંગળવારે બપોરે બે વાગ્યા સુધીમાં ધીમી ધારે વરસ્યો હતો. નજીકના ગામોમાં સારા વરસાદને પગલે ફલ્લાના કંકાવટી ડેમમાં નવા નીરની આવક થઈ હતી. છેલ્લાં આઠેક દિવસથી પડી રહેલા વરસાદને કારણે ફલ્લાના આ ડેમ અડધો ભરાય ગયો છે.