Tuesday, December 24, 2024
Homeરાજ્યજામનગરઆળશ મરડીને બેઠા થયેલા જામ્યુકોના તંત્રએ એકશન પ્લાનનો અમલ શરૂ કર્યો -...

આળશ મરડીને બેઠા થયેલા જામ્યુકોના તંત્રએ એકશન પ્લાનનો અમલ શરૂ કર્યો – VIDEO

- Advertisement -

ગુજરાત હાઇકોર્ટની ફટકાર બાદ સફાળુ જાગેલું તંત્ર ઢોર પકડવાની કામગીરીનું લાગી ચૂક્યું છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા આજરોજ ફરી એકવખત જાહેર માર્ગો પરથી રખડતા ઢોર પકડવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. શહેરના વિવિધ માર્ગો પરથી પોલીસ બંદોબસ્ત વચ્ચે રખડતા ઢોર પકડવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

- Advertisement -

જામનગર હેર સહિત રાજ્યભરમાં રખડતા ઢોરની સમસ્યાથી શહેરીજનો ત્રસ્ત થઇ ચૂકયા છે. રખડતા ઢોરને કારણે અનેક વખત નાગરિકો ભોગ બની ચૂકયા છે. અવાર-નવાર અકસ્માતો સર્જાતા રહે છે તથા નાગરિકોને રખડતા ઢોરે હડફેટ લીધાના બનાવો પણ સામે આવતા રહે છે. આ અંગે તંત્ર દ્વારા છાસવારે રખડતા ઢોર પકડવાની કાર્યવાહી કરવાનું દેખાવો થતા રહે છે. ત્યારે તાજેતરમાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા પણ રખડતા ઢોરની સમસ્યા અંગે લપડાક લગાવતાં તંત્ર હરકતમાં આવ્યું છે. જામનગર શહેરમાં રખડતા ઢોરની સમસ્યા અંગે તાજેતરમાં જામનગર મહાનગરપાલિકા ખાતે કમિશનર, પોલીસ વડા તથા જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને તાકિદની બેઠક યોજી રખડતા ઢોરની સમસ્યા અંગે એકસન પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો.

- Advertisement -

ત્યારે જામનગર મહાનગરપાલિકા દ્વારા આજથી ફરી એકવખત રખડતા ઢોર પકડવાની ઝુંબેશ શરુ કરવામાં આવી છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે જામ્યુકોના તંત્ર દ્વારા આજે શહેરના વિવિધ માર્ગો પરથી રખડતા ઢોર પકડવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ત્યારે આ કામગીરી કેટલાં દિવસ ચાલે છે તે જોવું રહ્યું? કે પછી દરવખતની જેમ થોડા દિવસના દેખાવો પુરતી આ કામગીરી થશે?

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular