Monday, January 13, 2025
Homeરાજ્યજામનગરદિગ્જામ સર્કલ નજીકથી યુવાનના મોબાઇલ અને સોનાના ચેઇનની ચિલઝડપ

દિગ્જામ સર્કલ નજીકથી યુવાનના મોબાઇલ અને સોનાના ચેઇનની ચિલઝડપ

બુધવારે રોડ પર મોબાઇલમાં વાત કરતો હતો તે સમયે બનાવ : 25 વર્ષના બે શખ્સોનું કારસ્તાન

- Advertisement -

જામનગર શહેરમાં દિગ્જામ સર્કલ પાસે ઓવરબ્રિજ નીચેના રસ્તા પરથી પસાર થતાં શ્રમિક યુવાનના હાથમાં રહેલો મોબાઇલ ફોન અને ગળામાં પહેરેલો 80000ની કિંમતના સોનાના ચેઇનને બે અજાણ્યા શખ્સો ચિલઝડપ કરી પલાયન થઇ ગયા હતાં.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામનગર તાલુકાના લાખાબાવળ ગામના પાટિયા પાસે રહેતા અને મજૂરીકામ કરતાં રામાભાઇ અરજણભાઇ જાદવ (ઉ.વ.35) નામનો યુવાન બુધવારે સાંજના સમયે જામનગર શહેરમાં ખોડિયાર કોલોની પાસે દિગ્જામ સર્કલ ઓવરબ્રિજ નીચેના રોડ પર મોબાઇલમાં વાત કરતાં-કરતાં ઉભો હતો તે દરમિયાન 20-25 વર્ષના પાતળા બાંધાના બે અજાણ્યા શખ્સોએ આવીને યુવાનના હાથમાં રહેલો રૂા. 10000ની કિંમતનો ફોન તથા ગળામાં પહેરેલ રૂા. 80000ની કિંમતનો દોઢ તોલાનો સોનાનો ચેઇનની ચિલઝડપ કરી ગણતરીની સેક્ધડોમાં પલાયન થઇ ગયા હતાં. બાદમાં બનાવ અંગેની જાણ કરતાં પીએસઆઇ ડી.પી. ચુડાસમા તથા સ્ટાફે અજાણ્યા શખ્સો વિરુધ્ધ ચિલઝડપનો ગુનો નોંધી શોધખોળ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular