Thursday, December 26, 2024
HomeબિઝનેસStock Market Newsભારતીય શેરબજાર જોખમી તબક્કામાં...!! સ્ટોક સ્પેસિફિક મૂવમેન્ટ નોંધાશે...!!!

ભારતીય શેરબજાર જોખમી તબક્કામાં…!! સ્ટોક સ્પેસિફિક મૂવમેન્ટ નોંધાશે…!!!

- Advertisement -

- Advertisement -

રોકાણકાર મિત્રો, આનંદ ને…!!!

વૈશ્વિક પ્રતિકૂળ અહેવાલો વચ્ચે સ્થાનિક સ્તરે વિવિધ સાનુકૂળ અહેવાલો પાછળ ભારતીય શેરબજારના ઈન્ડેક્સે ગત સપ્તાહે નવો રેકોર્ડ નોંધાવ્યો હતો. વૈશ્વિક એનર્જી ક્રાઈસીસમાં ચાઈના અને યુરોપના દેશો સપડાતાં વૈશ્વિક અર્થતંત્ર પર માઠી અસર પડવાના એંધાણ અને એના પરિણામે ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવમાં થઈ રહેલા વધારાની નેગેટીવ અસર છતાં બીએસઇ સેન્સેકસે ૬૧૨૧૬ પોઈન્ટની અને નિફ્ટી ફ્યુચરે ૧૮૩૧૮ પોઈન્ટની નવી ઐતિહાસિક સપાટી નોંધાવી હતી.

- Advertisement -

દેશમાં આર્થિક વૃદ્વિને વેગ આપવા કેન્દ્ર સરકારના સતત પ્રોત્સાહનો, રાહતોના પગલાં અને ચોમાસું ચાલુ વર્ષે સફળ રહેતાં અને કોરોના સંક્રમણ દૂર થઈ રહ્યું હોઈ ઔદ્યોગિક, આર્થિક પ્રવૃતિઓને મળી રહેલા વેગને પરિણામે ભારતીય શેરબજારમાં ઐતિહાસિક તેજી જોવા મળી હતી. રિઝર્વ બેંક દ્વારા પણ દેશના આર્થિક વિકાસને વેગ આપવાની દિશામાં ફુગાવા – મોંઘવારીના પરિબળને અવગણી નાણાં પ્રવાહિતા જળવાઈ રહે તે માટે પ્રોત્સાહક પગલા ભરવાની સાથે સંકટનો સામનો કરી રહેલા ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાની અને આ સિવાયના અન્ય સાનુકૂળ પરિબળોની પણ ભારતીય શેરબજાર પર પોઝીટીવ અસર થવા પામી હતી.

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….

- Advertisement -

વૈશ્વિક સાનુકૂળ પ્રવાહોને પગલે સ્થાનિક બજારમાં આકર્ષક લેવાલી રહેતા ભારતીય શેરબજારમાં ભારે તેજી જોવા મળી રહી છે. ૨૧ જાન્યુઆરી ૨૦૨૧ના રોજ બીએસઇ સેન્સેક્સે પ્રથમ વખત ૫૦૦૦૦ પોઈન્ટનો માઈલસ્ટોન પાર કર્યો હતો. ૫૦ થી ૬૦ હજારની સફર પાર કરવામાં સેન્સેક્સને માત્ર ૯ મહિના જ લાગ્યા હતા. ૨૪ સપ્ટેમ્બર ૨૦૨૧ના રોજ બીએસઇ સેન્સેક્સે દિવસના કામકાજમાં જ ૬૦ હજારની રેકોર્ડ સપાટીને કૂદાવી હતી.

ગત વર્ષે જ્યારે દેશ કોરોનાની મહામારીમાં સપડાયો હતો અને લોકડાઉન લાગુ કરવાની ફરજ પડી હતી ત્યારે અર્થતંત્ર પડી ભાંગ્યું હતું અને શેરબજાર કડડભૂસ થયું હતું. માર્ચમાં સેન્સેક્સમાં લોઅર સર્કિટ લાગી હતી. લોઅર સર્કિટને પગલે ૪૫ મિનિટ સુધી શેરબજારમાં કામકાજ પણ બંધ રાખવાની ફરજ પડી હતી. શેરબજારમાં આશરે ૧૪ વર્ષ પછી લોઅર સર્કિટ લાગી હતી. કોરોનાકાળમાં આર્થિક અનિશ્ચિતતા વચ્ચે સેન્સેક્સ ફરીથી ૨૫ હજારની સપાટી નજીક પહોંચી ગયો હતો. સેન્સેક્સની ૨૫ હજારથી ૬૦ હજારની સફર અનેક રીતે મહત્વની રહી હતી.

કોરોના મહામારીના કારણે નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ દરમિયાન અર્થતંત્રમાં ૭.૩% નો ઘટાડો થયો છે, પરંતુ હવે તેમાં ઝડપી સુધારો થઇ રહ્યો છે. દેશમાં હાલ મહામારીનું સંકટ અકંદરે કાબુમાં આવી જતા સરકાર દ્વારા અનલોકની પ્રક્રિયામાં મહત્તમ છૂટકારો અપાતા વિવિધ બજારોમાં પણ દોઢેક વર્ષ બાદ નવો ધમધમાટ જોવા મળી રહ્યો છે. મહામારી બાદ આર્થિક અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓ વધતા લોકોની આવકના મોરચે ઉદ્ભવેલી પ્રતિક્રિયાઓ પણ હળવી બની છે. તાજેતરમાં ગ્રાહકોની ખરીદશક્તિમાં નોંધપાત્ર સુધારો જોવાયો છે. કનઝ્યુમર સેન્ટિમેન્ટ ઇન્ડેક્સના સપ્ટેમ્બર માસના અંતિમ સપ્તાહમાં ૫૮.૨ પર હતો, જે ઓગસ્ટ માસમાં ૫૩.૯ અને જુલાઈમાં ૫૩ હતો. સપ્ટેમ્બર માસમાં ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં સુધારો થયો છે.

મિત્રો, નાણાકીય વર્ષ ૨૦૨૧ ૨૨માં સ્થાનિક તેમજ વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા….

સ્થાનિક સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો કેશ સેગમેન્ટમાં ઓગસ્ટ ૨૦૨૧માં અંદાજીત રૂ.૬૨૯૪.૬૯ કરોડની ખરીદી, સપ્ટેમ્બર ૨૦૨૧માં અંદાજીત રૂ.૫૯૪૮.૮૫ કરોડની ખરીદી તેમજ ૧૩ ઓક્ટોબર ૨૦૨૧ સુધીમાં અંદાજીત રૂ.૧૨૯૮.૭૫ કરોડની ખરીદી કરવામાં આવી હતી, જયારે વિદેશી સંસ્થાઓના રોકાણ સંદર્ભે જોઈએ તો કેશ સેગમેન્ટ ઓગસ્ટ ૨૦૨૧માં અંદાજીત રૂ.૨૫૬૮.૫૨ કરોડની વેચવાલી, સપ્ટેમ્બર ૨૦૨૧માં અંદાજીત રૂ.૯૧૩.૭૭ કરોડની ખરીદી તેમજ ૧૩ ઓક્ટોબર ૨૦૨૧ સુધીમાં અંદાજીત રૂ.૪૧૯૮.૪૯ કરોડની વેચવાલી કરવામાં આવી હતી.

બજારની ભાવી દિશા…. મિત્રો, વિવિધ સાનુકૂળ અહેવાલો પાછળ ચોમેરથી નીકળેલ નવી લેવાલી પાછળ ભારતીય શેરબજારે આગેકૂચ જારી રાખી છે. કોરોના મહામારીની પ્રતિકૂળતા વચ્ચે પણ વિદેશી સંસ્થાકીય રોકાણકારોનું પણ દેશની ઈક્વિટીઝ માર્કેટમાં જંગી રોકાણ આવી રહ્યું છે. નવી લેવાલી પાછળ બીએસઈ સેન્સેક્સ અને એનએસઈ નિફ્ટીમાં નવા ઊંચા મથાળાના વિક્રમ રચાયાની સાથે બીએસઈ માર્કેટ કેપે પણ નવો ઈતિહાસ રચ્યો છે. કોરોના સંક્રમણની બીજી લહેર પૂરી થયા બાદ દેશ ઝડપી અનલોક થઈ રહ્યો છે, ત્યાં હવે ફરી ત્રીજી લહેરની ચિંતા અને તકેદારીમાં ફરી લોકડાઉનના પગલાં લાગુ કરવાની થઈ રહેલી કવાયતને ધ્યાનમાં લેતાં આગામી દિવસોમાં સાવચેતી વચ્ચે આર્થિક પ્રવૃતિ ફરી રૂંધાવાના સંજોગોમાં ભારતીય શેરબજારમાં કરેકશન જોવા મળી શકે છે.

ઉપરાંત કોર્પોરેટ પરિણામોની શરૂ થયેલી સીઝનમાં સપ્ટેમ્બર ૨૦૨૧ના અંતના બીજા ત્રિમાસિકના પરિણામો અપેક્ષાથી સાધારણ આવતાં શેરોમાં પ્રોફિટ બુકિંગ પાછળ નરમાઈ જોવાઈ મળી શકે છે. જે સાથે ક્રુડ ઓઈલના ઊંચા ભાવ અને પેટ્રોલ, ડિઝલના સતત વધતાં ભાવોએ મોંઘવારીનું પરિબળ રોજબરોજવધુને વધુ જોખમી બની રહ્યું હોઈ અને હવે ઉત્તર પ્રદેશમાં આવનારી ચૂંટણીઓની તૈયારી વચ્ચે આગામી દિવસોમાં ઉછાળે નફારૂપી વેચવાલી જોવા મળી શકે છે. જેથી ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે. 

મારી અંગત સલાહ મુજબ તબક્કાવાર નફો બુક કરે એ શાણો રોકાણકાર…કેમ ખરું ને..!!!

નિફ્ટી ફ્યુચર બંધ :- ( ૧૮૩૫૬ ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૮૨૭૨ પોઇન્ટના પ્રથમ અને ૧૮૧૮૦ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે ૧૮૩૮૮ પોઇન્ટથી ૧૮૪૦૪ પોઇન્ટ, ૧૮૪૭૪ પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૧૮૪૭૪ પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!

બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( ૩૯૪૨૧ ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૮૮૦૮ પોઇન્ટના પ્રથમ અને ૩૮૪૭૪ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે ૩૯૬૭૬ પોઇન્ટથી ૩૯૮૦૮ પોઇન્ટ, ૪૦૦૪૪ પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૪૦૦૪૪  પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!

હવે જોઇએ અંગત અભિપ્રાયરૂપી સાપ્તાહિક સ્ટોક……

) કોટક બેન્ક ( ૨૦૧૦ ) :- બેન્ક ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૯૮૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૯૬૬ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૨૦૩૩ થી રૂ.૨૦૪૭ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે....!! રૂ.૨૦૬૦ ઉપર તેજી તરફી ધ્યાન...!!!

) એચડીએફસી બેન્ક ( ૧૬૫૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૬૨૬ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.૧૬૧૬ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૬૭૭ થી રૂ.૧૬૯૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!

) SBI લાઈફ ( ૧૧૮૦ ) :- રૂ.૧૧૬૦ નો પ્રથમ તેમજ રૂ.૧૧૪૭ ના બીજા સપોર્ટથી સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી આ સ્ટોક રૂ.૧૨૦૨ થી રૂ.૧૨૨૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે ….!!!

) ભારતી એરટેલ ( ૬૯૧ ) :- ટેલિકોમ સર્વિસ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૭૦૭ થી રૂ.૭૨૭ ના ભાવની સંભાવના ધરાવે છે.!! રૂ.૬૭૬ નો સ્ટોપલોસ ધ્યાને લેવો……..!!

) ONGC લિમિટેડ (૧૫૯ ) :- રૂ.૧૪૪ નો પ્રથમ તેમજ રૂ.૧૩૦ ના સ્ટોગ સપોર્ટથી એક્સપ્લોરેશન & પ્રોડકશન સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૧૭૩ થી રૂ.૧૮૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા….!!!

) અદાણી પાવર ( ૧૧૨ ) :- સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૂ.૧૦૩ આસપાસના સપોર્ટથી ડિલેવરીબેઇઝ રોકાણ રૂ.૧૨૧ થી રૂ.૧૨૭ ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!

) બેન્ક ઓફ બરોડા ( ૮૮ ) :- આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂ.૮૦ ના સ્ટ્રોંગ સ્ટોપલોસે સાપ્તાહિક અંદાજીત રૂ.૯૩ થી રૂ.૧૦૨ ના સંભવિત ભાવની શક્યતા છે…!!

) સ્પાઈસજેટ લિમિટેડ( ૭૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ એરલાઇન્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૭૨ આસપાસ રોકાણકારે રૂ.૮૪ થી રૂ.૯૦ ના ટાર્ગેટ ભાવની શક્યતાએ તબક્કાવાર રોકાણ કરવું. ટૂંકાગાળે રૂ.૬૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો...!!

ટ્રેડીંગ સંદર્ભે ફ્યુચર સ્ટોક ધ્યાને લઈએ તો ……

) SBI લાઈફ ( ૧૧૮૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ આ ફ્યુચર સ્ટોક રૂ.૧૧૬૦ ના સપોર્ટથી ખરીદવાલાયક..!! લાઇફ ઈન્સ્યોરન્સ સેક્ટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૧૨૦૨ થી રૂ.૧૨૩૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે….!!

) અદાણી પોર્ટ ( ૮૧૬ ) :- આ સ્ટોક રૂ.૭૯૭ નો પ્રથમ તેમજ રૂ.૭૮૭ ના બીજો અતિ મહત્વનો સપોર્ટ ધરાવે છે. ફયુચર ટ્રેડીંગ સંદર્ભે ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૮૩૩ થી રૂ.૮૪૦ સુધી ની તેજી તરફ રુખ  નોંધાવશે..!!

) મહિન્દ્રા & મહિન્દ્રા ( ૯૩૬ ) :- ૭૦૦ શેર નું ફયુચર ધરાવતો આ સ્ટોક રૂ.૯૦૯ નો પ્રથમ તેમજ રૂ.૮૯૮ ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! કાર & યુટીલીટી વિહિકલ સેક્ટરનો આ સ્ટોક સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી રૂ.૯૫૩ થી રૂ.૯૬૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા છે….!!

) મુથૂત ફાઈનાન્સ ( ૧૫૫૪ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૫૭૭ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.૧૫૮૫ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૧૫૨૭ થી રૂ.૧૫૦૮ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૬૦૬ ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!

) લુપિન લિમિટેડ ( ૯૪૬ ) :- રૂ.૯૭૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૯૮૦ ના સ્ટોપલોસે વેચવાલાયક….!! ટૂંકાગાળે રૂ.૯૨૭ થી રૂ.૯૧૯ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૯૯૪ ઉપર તેજી તરફી ધ્યાન… !!

) ઓરબિંદો ફાર્મા ( ૭૨૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૭૪૭ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.૭૫૩ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૭૦૭ થી રૂ.૬૯૬ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૭૬૦ ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!

રોકાણ સંદર્ભે સ્મોલ સેવિંગ્ઝ સ્ટોક ધ્યાને લઈએ તો ……

) મેજ્સકો લિમિટેડ ( ૯૨ ) :- ટેકનોલોજી સેક્ટરનો આ સ્ટોક ડિલેવરીબેઇઝ રૂ.૯૭ થી રૂ. ૧૦૩ ના ભાવની સંભાવના ધરાવે છે…!!રૂ.૮૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!

) ઓમેક્સ લિમિટેડ ( ૮૨ ) :- ડિલેવરીબેઇઝ રોકાણકારે રિયલ્ટી સેક્ટરનાં આ સ્ટોકને રૂ.૭૬ ના અતિ મહત્વના સપોર્ટથી ખરીદવાલાયક…!! સાપ્તાહિક ટ્રેડિંગ સંદર્ભે રૂ.૮૮ થી રૂ.૯૪ સુધીની તેજી તરફી રૂખ નોંધાવશે…!!!

) એનએલસી ઇન્ડિયા ( ૭૫ ) :- ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૬૬ નો પ્રથમ તેમજ રૂ.૬૨ ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! ઇલેક્ટ્રિક યુટીલીટી સેકટરનો આ સ્ટોક ટુંકાગાળે રૂ.૮૨ થી રૂ.૯૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!

) વક્રાંગી લિમિટેડ ( ૪૪ ) :- રૂ.૪૦ આસપાસ રોકાણલક્ષી આ સ્ટોક મધ્યગાળે રૂ.૫૨ થી રૂ.૫૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!!રૂ.૫૭ ઉપર તેજી તરફી ધ્યાન…..!!

નિફટી ફયુચર રેન્જ ૧૮૧૮૦ થી ૧૮૪૭૪ પોઇન્ટ ધ્યાને લેવી…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular