Monday, December 23, 2024
HomeબિઝનેસStock Market Newsભારતીય શેરબજાર જોખમી તબક્કામાં..!! ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્ રહેશે..!!!

ભારતીય શેરબજાર જોખમી તબક્કામાં..!! ઉછાળે નફારૂપી વેચવાલી યથાવત્ રહેશે..!!!

- Advertisement -

રોકાણકાર મિત્રો, આનંદ ને…!!!

- Advertisement -

વિશ્વને અત્યારે હચમચાવી રહેલાં અને ખાસ યુરોપના દેશોમાં ઓમિક્રોન – કોરોના વાયરસને લઈને અફડાતફડી મચી છે, અને અમેરિકા બોન્ડ ટેપરીંગ વહેલું કરવાના સંકેત આપી રહ્યું હોઈ વૈશ્વિક બજારોમાં સાવચેતી વચ્ચે નરમાઈ જોવાઈ રહી છે, ત્યારે ભારતમાં પણ ઓમિક્રોનના પોઝિટીવ કેસોનો આંક વધવા લાગતાં ફરી દેશમાં લોકડાઉનના  ભણકારાં વાગવા લાગતાં ભારતીય શેરબજારમાં ગત સપ્તાહે વેચવાલી જોવા મળી હતી. કર્ણાટક, દિલ્હી બાદ મુંબઈ – મહારાષ્ટ્રમાં ઓમિક્રોન વાયરસના શંકાસ્પદ કેસો વધવા લાગતાં ગમે તે ઘડીએ ફરી લોકડાઉન લાગી શકે છે એવા અહેવાલો વહેતાં થતાં ફફડાટમાં ભારતીય શેરબજારમાં ઘટાડો નોંધાયો હતો.

ચાલુ માસમાં એફઆઈઆઈ દ્વારા હાથ ધરાયેલ સતત વેચવાલીની બજાર પર પ્રતિકૂળ અસર જોવા મળી હતી. રિટેલ બાદ જાહેર થયેલો જથ્થાબંધ ફુગાવાનો આંક વધીને ૧૪.૨૦% સાથે ૧૨ વર્ષની ઊંચી સપાટીએ આવતા ભારતીય શેરબજારનું માનસ ખરડાયું હતું. યુ.એસ. ફેડરલ રિઝર્વની મીટિંગ બાદ વૈશ્વિક સ્તરે વધતાં ફુગાવા – મોંઘવારીના પરિબળ અને હવે બોન્ડ ટેપરીંગની વધતી શકયતા સાથે ભારતમાં મોંઘવારી અસહ્વ બની રહી હોઈ આર્થિક મોરચે આગામી સમય પડકારરૂપ બની રહેવાના સંકેતોએ ફોરેન ફંડોએ સાવચેતીમાં ઈન્ડેક્સ બેઝડ શેરોમાં દરેક ઉછાળે નફારૂપી વેચવાલી નોંધાતા ભારતીય શેરબજારમાં ઘટાડો નોંધાયો હતો.

- Advertisement -

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….

નવા વર્ષમાં ભારત ફરી સામાન્ય સ્થિતિમાં આવી જશે અને વિકાસ દરમાં ગતિ જોવા મળશે એવી બેન્ક ઓફ અમેરિકાએ ધારણાં મૂકી છે. નાણાં વર્ષ ૨૦૨૨-૨૩ માટે બેન્કે ભારતનો આર્થિક વિકાસ દરનો અંદાજ ૮.૨૦ ટકા મૂકયો છે. આર્થિક વિકાસમાં રિકવરી અને ફુગાવામાં નિયંત્રણ સાથે ભારતે વર્ષ ૨૦૨૧માં આશાવાદ સાથે પ્રવેશ કર્યો હતો, પરંતુ કોરોનાની બીજી લહેરે સ્થિતિને અસ્થિર કરી નાખી હતી, જેને કારણે પૂરવઠા ખેંચ ઊભી થઈ હતી અને ભાવો પર દબાણ આવ્યું હતું. ઉપભોગ માગ વધવા સાથે વિકાસમાં રિકવરીને ગતિ મળવાની અપેક્ષા છે એમ બેન્કે નવા વર્ષના પોતાના આઉટલુકમાં  જણાવ્યું હતું. વેક્સિનેશનના નીચા દર અને ઓમિક્રોનના કેસો એવા પરિબળો છે જે વિકાસ સામે નોંધપાત્ર અનિશ્ચિતતા ઊભી થઈ છે. આગળ જતા ફુગાવામાં વધારો થશે અને રિટેલ ફુગાવો નાણાં વર્ષ ૨૦૨૩માં ૫.૬૦% રહેવા ધારણાં છે. આને કારણે રિઝર્વ બેન્ક પર વ્યાજ દર વધારવાનું દબાણ છે. આગામી નાણાં વર્ષમાં આરબીઆઈ રેપો રેટમાં ૧% જેટલો વધારો કરશે તેવી પણ બેન્ક ઓફ અમેરિકાએ ધારણાં મૂકી છે.

- Advertisement -

વૈશ્વિક સ્તરે ગત સપ્તાહે અમેરિકન ફેડરલ રિઝર્વની ઓપન માર્કેટ કમિટિએ ટેપરિંગ કાર્યક્રમને ઝડપી બનાવવાનો નિર્ણય કર્યો હતો. કોરોનાના કાળથી મહિને ૧૨૦ અબજ ડોલરના બોન્ડ ખરીદી કાર્યક્રમનો માર્ચમાં અંત લવાશે અને વ્યાજ દર જે હાલમાં શૂન્યની નજીક છે, તે વર્ષ ૨૦૨૨ના અંત સુધીમાં ૦.૯૦% સુધી લઈ જઈ ત્યારબાદ વર્ષ૨૦૨૩માં ૧.૬૦% અને વર્ષ૨૦૨૪માં ૨.૧૦% તબક્કાવાર ત્રણ વખત વધારો કરવાની પણ કમિટિ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. દરમ્યાન બેંક ઓફ ઇંગ્લેન્ડ દ્વારા પણ તેના વ્યાજ દરમાં ૦.૧૫ ટકાનો વધારો કર્યો હતો. અને યુરોપીયન સેન્ટ્રલ બેંકે પોતાના બોન્ડ ખરીદી કાર્યક્રમ જાળવી રાખવાની જાહેરાંત કરી હતી. આગામી વર્ષે અમેરિકામાં ફુગાવો ૨.૬૦% રહેવા ધારણાં મૂકવામાં આવી છે. જો કે વર્ષ ૨૦૨૩માં ઘટીને ૨.૩૦% તથા ૨૦૨૪માં ૨.૧૦% રહેવાનો પણ અંદાજ મૂકવામાં આવ્યો છે.

મિત્રો, નાણાકીય વર્ષ ૨૦૨૧ ૨૨માં સ્થાનિક તેમજ વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા….

ભારતીય શેરબજારમાં વિદેશી ફંડ્સ ભારે વેચવાલી કરી રહ્યા છે. જોકે, વિદેશી ફંડ્સની આક્રમક વેચવાલી સામે સ્થનિક ફંડ્સ અને નવા રિટેલ ગ્રાહકો બજારને ખરીદી સાથે ટેકો આપી રહ્યા છે. કેલેન્ડર વર્ષ ૨૦૨૦ સામે ૨૦૨૧માં તેજીની તીવ્રતા ચોક્કસ ઘટી છે અને સાવચેતીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે વિદેશી ફંડ્સની જંગી વેચવાલી સામે સ્થાનિક રોકાણકાર કેટલો ટેકો આપશે એ જોવાનું રહ્યું. કોરોનાના લોકડાઉન બાદ વિદેશી ફંડ્સની જેટલી ખરીદી હતી એટલું જ વેચાણ અત્યારે થઇ ચુક્યું હોવાના એક્સચેન્જ ઉપરના આંકડા જણાવે છે. એપ્રિલથી ડિસેમ્બર ૨૦૨૦ના નવ મહિનામાં ભારતીય શેરબજારમાં અંદાજીત રૂ.૧,૪૯,૧૦૬.૭૭ કરોડની જંગી ખરીદી કરનાર વિદેશી ફંડ્સ ગત નવ મહિનામાં અંદાજીત રૂ.૧,૩૧,૫૫૧.૮૦ કરોડની વેચવાલી કરી છે.

છેલ્લા ૫૧ સત્રમાં ૪૩ દિવસમાં ફોરેન ફંડ્સની વેચવાલી સાથે એપ્રિલથી ડિસેમ્બર ૨૦૨૧ દરમિયાન તેમણે દરેક ઉછાળે શેર વેચ્યા છે. જોકે, સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સની ચાલ ગત વર્ષ કરતા એકદમ ઉલટી છે. ગત વર્ષે તેમનું વેચાણ હતું અત્યારે તે ખરીદી કરી રહ્યા છે. વર્ષ ૨૦૨૦માં ડિસેમ્બર સુધીના નવ મહિનામાં રૂ.૧,૦૩,૨૬૪ કરોડનું વેચાણ કરનાર સ્થાનિક ફંડ્સ હવે વર્ષ ૨૦૨૧માં ડિસેમ્બર સુધીમાં રૂ.૧,૦૩,૭૬૯ કરોડની ખરીદી કરી બજારને ટેકો આપી રહ્યા છે. ચાલુ વર્ષે એપ્રિલથી નવેમ્બર સુધીમાં રિટેલ ગ્રાહકોએ પણ અંદાજીત રૂ.૪૦,૫૦૦ કરોડની જંગી ખરીદી કરી છે. સ્થાનિક ફંડ્સ અને રિટેલ ગ્રાહકોની જંગી ખરીદીના કારણે વિદેશી ફંડ્સની સતત વેચવાલી હોવા છતાં બજારને ટેકો મળી રહ્યો છે.

બજારની ભાવી દિશા…. મિત્રો, જીવલેણ મહામારી કોવિડ-૧૯ના નવા વેરિયન્ટ ઓમીક્રોને ફરીવાર વૈશ્વિક અર્થવ્યવસ્થામાં દહેશતનો માહોલ ઉભો કર્યો છે. કેલેન્ડર વર્ષ ૨૦૨૧માં શાનદાર તેજી સાથે ભારતીય શેરબજારના બેન્ચમાર્ક બીએસઇ સેન્સેક્સ અને એનએસઇ નિફ્ટીમાં ૨૦ થી ૨૨%નો ઉછાળો જોવા મળ્યો છે. અલબત્ત આ દરમિયાન ભારત સહિત વૈશ્વિક ઇક્વિટી બજારો નવા કેલેન્ડર વર્ષ ૨૦૨૨ને આવકારવા માટે અત્યંત સાવધાન હોવાની તૈયારીમાં દેખાઇ રહ્યા છે. કોવિડ-૧૯ સંક્રમણના નવા વેરિયન્ટ ઓમીક્રોનની માટે હાલની વેક્સીન ઓછી અસરકારક મુખ્ય જોખમ છે. વધતો ફુગાવાનો દર પણ વર્ષ ૨૦૨૧માં આ એસેટ્સ ક્લાસની માટે જોખમ બની રહ્યો છે, ઉપરાંત કોર્પોરેટ કંપનીઓની કમાણીમાં વૃદ્ધિ પણ વધી રહેલા ઉત્પાદન ખર્ચ જોખમી બની શકે છે.

વિક્રમી ઉંચાઈને સ્પર્શ્યા બાદ છેલ્લા દોઢ – બે માસથી ભારતીય શેરબજારમાં અસ્થિરતાનો માહોલ ઉદભવ્યો છે. વિદેશી રોકાણકારો ભારતીય ઈક્વિટીમાં ભારે વેચવાલી કરી રહ્યા છે, ત્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો ખરીદી કરી રહ્યા છે. આગામી દિવસોમાં કોરોનાના મોરચે કોઈ મોટો ખતરો નહીં રહે તો દેશની આર્થિક ગતિવિધિઓમાં વધુ સુધારો જોવા મળશે. આરબીઆઈએ તેની તાજેતરની નીતિમાં ફુગાવા અને વૃદ્ધિના અનુમાનમાં લગભગ કોઈ ફેરફાર કર્યો નથી અને સિસ્ટમમાં પૂરતી તરલતા જાળવવાની ખાતરી આપી છે. આ સાથે સરકારની નાણાંકીય સ્થિતિ મોટાભાગે સારી સ્થિતિમાં છે. પ્રત્યક્ષ અને પરોક્ષ કર વસૂલાત અપેક્ષા કરતા વધુ સારી રહી છે. આ બધા અર્થતંત્ર માટે સારા સંકેતો છે, પરંતુ વૈશ્વિક સ્તરની ઘટનાઓ પાછળ ડોલર મજબૂત થતો જાય છે. આ ઉપરાંત વૈશ્વિક રોકાણકારોમાં પણ ગભરાટ ફેલાયેલો છે. જેના કારણે તેમની વેચવાલીમાં વધારો થતો જાય છે. આમ જ્યાં સુધી વિદેશી રોકાણકારોની વેચવાલી બંધ નહીં થાય ત્યાં સુધી બજારમાં મોટી તેજીની શક્યતા જણાતી નથી.

મારી અંગત સલાહ મુજબ તબક્કાવાર નફો બુક કરે એ શાણો રોકાણકાર…કેમ ખરું ને..!!!

નિફ્ટી ફ્યુચર બંધ :- ( ૧૭૦૨૨ ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૭૧૭૦ પોઇન્ટના પ્રથમ અને ૧૭૨૭૨ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે ૧૬૯૩૦ પોઇન્ટથી ૧૬૮૮૮ પોઇન્ટ, ૧૬૮૦૮ પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૧૭૨૭૨ પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!

બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( ૩૫૮૦૦ ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૬૪૭૪ પોઇન્ટના પ્રથમ અને ૩૬૬૦૬ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે ૩૫૬૭૬ પોઇન્ટથી ૩૫૪૦૪ પોઇન્ટ, ૩૫૨૭૨ પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૬૬૦૬ પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!

હવે જોઇએ અંગત અભિપ્રાયરૂપી સાપ્તાહિક સ્ટોક……

) ભારતી એરટેલ ( ૬૬૪ ) :- ટેલિકોમ સર્વિસ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૬૫૬ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૬૪૭ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૬૮૩ થી રૂ.૬૯૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે….!! રૂ.૬૯૬ ઉપર તેજી તરફી ધ્યાન…!!!

) એસબીઆઈ લાઈફ ( ૧૧૪૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૧૨૩ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.૧૧૦૮ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૧૬૩ થી રૂ.૧૧૮૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!

) સિપ્લા લિમિટેડ ( ૮૬૩ ) :- રૂ.૮૩૦ નો પ્રથમ તેમજ રૂ.૮૧૮ ના બીજા સપોર્ટથી સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી આ સ્ટોક રૂ.૮૮૩ થી રૂ.૮૯૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે ….!!!

) અદાણી પોર્ટ ( ૭૨૪ ) :- મરીન પોર્ટ & સર્વિસ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૭૩૭ થી રૂ.૭૪૫ ના ભાવની સંભાવના ધરાવે છે.!! રૂ.૭૦૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો……..!!

) ઓરબિન્દો ફાર્મા ( ૬૭૯ ) :- રૂ.૬૬૦ નો પ્રથમ તેમજ રૂ.૬૪૪ ના સ્ટોગ સપોર્ટથી ફાર્મા સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૬૯૬ થી રૂ.૭૦૭ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા….!!!

) ભારત પેટ્રોલિયમ ( ૩૮૩ ) :- સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૂ.૩૬૦ આસપાસના સપોર્ટથી ડિલેવરીબેઇઝ રોકાણ રૂ.૩૯૪ થી રૂ.૪૦૪ ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!

) એલઆઈસી હાઉસિંગ ફાઈનાન્સ ( ૩૭૦ ) :- આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂ.૩૪૪ ના સ્ટ્રોંગ સ્ટોપલોસે સાપ્તાહિક અંદાજીત રૂ.૩૮૩ થી રૂ.૩૯૦ ના સંભવિત ભાવની શક્યતા છે…!!

) બાયોકોન લિમિટેડ ( ૩૫૬ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ બાયોટેકનોલોજી સેક્ટરનો આ સ્ટોક રૂ.૩૩૦ આસપાસ રોકાણકારે રૂ.૩૭૩ થી રૂ.૩૮૦ ના ટાર્ગેટ ભાવની શક્યતાએ તબક્કાવાર રોકાણ કરવું. ટૂંકાગાળે રૂ.૩૧૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!

ટ્રેડીંગ સંદર્ભે ફ્યુચર સ્ટોક ધ્યાને લઈએ તો ……

) ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ ( ૧૬૬૫ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ આ ફ્યુચર સ્ટોક રૂ.૧૬૩૦ ના સપોર્ટથી ખરીદવાલાયક..!! સિમેન્ટ & સિમેન્ટ પ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૧૬૮૮ થી રૂ.૧૭૦૭ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે….!!

) ઇન્ડસઇન્ડ બેન્ક ( ૮૮૮ ) :- આ સ્ટોક રૂ.૮૪૮ નો પ્રથમ તેમજ રૂ.૮૩૦ ના બીજો અતિ મહત્વનો સપોર્ટ ધરાવે છે. ફયુચર ટ્રેડીંગ સંદર્ભે ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૮૯૮ થી રૂ.૯૦૯ સુધી ની તેજી તરફ રુખ  નોંધાવશે..!!

) સન ફાર્મા ( ૭૬૯ ) :- ૭૦૦ શેર નું ફયુચર ધરાવતો આ સ્ટોક રૂ.૭૪૭ નો પ્રથમ તેમજ રૂ.૭૩૦ ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! ફાર્મા સેક્ટરનો આ સ્ટોક સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી રૂ.૭૮૪ થી રૂ.૭૯૭ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા છે….!!

) રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ( ૨૩૫૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૨૪૦૪ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.૨૪૧૭ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૨૩૨૩ થી રૂ.૨૩૦૩ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૨૪૩૦ ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!

) કોટક બેન્ક ( ૧૮૦૦ ) :- રૂ.૧૮૩૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૮૪૦ ના સ્ટોપલોસે વેચવાલાયક….!! ટૂંકાગાળે રૂ.૧૭૮૭ થી રૂ.૧૭૭૩ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૧૮૫૮ ઉપર તેજી તરફી ધ્યાન… !!

) રામકો સિમેન્ટ ( ૯૭૯ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૯૯૩ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.૧૦૦૮ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૯૬૬ થી રૂ.૯૫૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૦૨૦ ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!

           રોકાણ સંદર્ભે સ્મોલ સેવિંગ્ઝ સ્ટોક ધ્યાને લઈએ તો……

) ઝેનિથ એક્સપોર્ટ્સ ( ૮૬ ) :- ટેક્ષટાઈલ સેક્ટરનો આ સ્ટોક ડિલેવરીબેઇઝ રૂ.૯૨ થી રૂ.૯૭ ના ભાવની સંભાવના ધરાવે છે…!! રૂ.૮૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!

) જીપીટી ઈન્ફ્રા ( ૭૭ ) :- ડિલેવરીબેઇઝ રોકાણકારે કન્સ્ટ્રકશન & ઈજનેરી સેક્ટરનાં આ સ્ટોકને રૂ.૭૦ ના અતિ મહત્વના સપોર્ટથી ખરીદવાલાયક…!! સાપ્તાહિક ટ્રેડિંગ સંદર્ભે રૂ.૮૩ થી રૂ.૮૮ સુધીની તેજી તરફી રૂખ નોંધાવશે…!!!

) જેએમ ફાઈનાન્સિયલ ( ૭૨ ) :- ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૬૭ નો પ્રથમ તેમજ રૂ.૬૨ ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! હોલ્ડિંગ કંપનીઓ સેકટરનો આ સ્ટોક ટુંકાગાળે રૂ.૭૭ થી રૂ.૮૪ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!

) કેલટોન ટેક સોલ્યુશન્સ ( ૬૦ ) :- રૂ.૫૩ આસપાસ રોકાણલક્ષી આ સ્ટોક મધ્યગાળે રૂ.૬૪ થી રૂ.૬૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૬૭ ઉપર તેજી તરફી ધ્યાન…..!!

નિફટી ફયુચર રેન્જ ૧૬૮૦૮ થી ૧૭૧૭૦ પોઇન્ટ ધ્યાને લેવી…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

INVESTMENT POINT WEEKLY

RELATED ARTICLES
- Advertisment -

Most Popular