Sunday, December 22, 2024
HomeબિઝનેસStock Market Newsભારતીય શેરબજારમાં પ્રત્યાઘાતી ઘટાડા બાદ તેજી તરફી ધ્યાન...!!

ભારતીય શેરબજારમાં પ્રત્યાઘાતી ઘટાડા બાદ તેજી તરફી ધ્યાન…!!

- Advertisement -

રોકાણકાર મિત્રો, આનંદ ને…!!!

- Advertisement -

ગત સપ્તાહે નબળા વૈશ્વિક સંકેતોને પગલે ભારતીય શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. શરૂઆત પોઝીટીવ થયા બાદ યુક્રેન – રશિયા યુદ્વ વકરતાં વૈશ્વિક પરિસ્થિતિ વણસી રહી હોઈ રશિયાના ઓઈલના પુરવઠા પર પણ અમેરિકા, નાટો દેશો દ્વારા પ્રતિબંધ વચ્ચે મોંઘવારી – ફુગાવામાં અસાધારણ વધારો તોળાઈ રહ્યો હોઈ વૈશ્વિક અર્થતંત્ર સાથે ભારતીય અર્થતંત્ર ડામાડોળ બનવાના અને કોર્પોરેટ ઈન્ડિયાની કામગીરી કથળવાના એંધાણે ફંડોની ઉછાળે નફારૂપી વેચવાલી નીકળી હતી. વૈશ્વિક મોરચે ફુગાવો – મોંઘવારીની સમસ્યા વધી રહી હોઈ અને કોરોના – ઓમિક્રોનના પરિણામે વૈશ્વિક અર્થતંત્ર પર માઠી અસર પડી રહી હોઈ અને રશિયા – યુક્રેન યુદ્ધને પગલે પણ વૈશ્વિક શેરબજારોમાં હાલ સેન્ટીમેન્ટ ડહોળાયેલું છે. ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ હાલ ૧૧૫ ડોલરની સપાટી પર સ્થિર છે, ત્યારે રશીયા – યુક્રેન વચ્ચે જીઓપોલિટીકલ ટેન્શન હજુ જોખમી પરિબળ હજુ યથાવત છે.

આ જોખમી પરિબળો વચ્ચે ફરી કોરોનાનો ઉપદ્વવ વિશ્વભરમાં ફેલાવાના અને નવી લહેરની ચિંતા સાથે ચાઈના, હોંગકોંગ સહિતમાં ચિંતાજનક સ્થિતિ થવા લાગતાં એશીયાના દેશોના બજારોમાં હોંગકોંગ, ચાઈના સહિતમાં ગાબડાં સામે યુક્રેન યુદ્વ મામલે બન્ને દેશો વચ્ચે વાટાઘાટનો દોર ચાલુ રહેતાં અત્યારે વિશ્વમાં સુરક્ષિત રોકાણ અને સારા વળતર માટે ભારત આકર્ષણનું કેન્દ્ર બનવાના સંકેતોએ એડવાન્ટેજ ભારત બન્યું હોઈ ભારતીય શેરબજારમાં ફંડોએ બે તરફી અફડાતફડી કરી હતી.

- Advertisement -

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો….

વર્તમાન કેલેન્ડર વર્ષમાં ઊભરતી બજારોમાં સૌથી વધુ ઈક્વિટી આઉટફલોઝ ભારતમાંથી થયો છે. વર્ષ ૨૦૨૨માં અત્યારસુધીમાં કુલ ૧૪.૫૦ અબજ ડોલરના આઉટફલોઝમાંથી ૧૪ અબજ ડોલરનો આઉટફલોઝ ઈક્વિટીમાં રહ્યાનું એક રિપોર્ટમાં જણાવાયું છે. ભારત ઉપરાંત, દક્ષિણ આફ્રિકા તથા પોલેન્ડમાંથી પણ આઉટફલોઝ રહ્યો છે, પરંતુ આ બન્ને દેશોમાં ઋણ સાધનોમાંથી વધુ આઉટફલોઝ જોવાયો છે. દક્ષિણ કોરિઆમાં ૬.૮૦ અબજ ડોલરનો ઈક્વિટી આઉટફલોઝ રહ્યો છે પરંતુ ડેબ્ટ ઈન્ફલોઝ દ્વારા તે ભરપાઈ થઈ શકયો છે. દરેક વિકસિત દેશો અને ઊભરતી બજારોની સરખામણીએ ભારતની ઈક્વિટીઝનું વેલ્યુએશન ઘણું જ ઊૅંચુ છે. આને કારણે જ અન્ય ઊભરતી બજારોની સરખામણીએ ભારતમાંથી ઈક્વિટીઝમાં નોંધપાત્ર આઉટફલોઝ જોવાયો છે.

- Advertisement -

ભારતની ઈક્વિટીઝની સરખામણીએ ઋણ સાધનોના મૂલ્યાંકન વ્યવહારુ રહ્યા છે. જો કે ક્રુડ તેલના ઊંચા ભાવ તથા રશિયા – યુક્રેન તંગદિલી અને પ્રમાણમાં નીચા વ્યાજ દરને જોતા ભારતમાં નજીકના ભવિષ્યમાં ઋણ બજારમાં ઈન્ફલોઝ જોવા મળવાની શકયતા ઓછી હોવાનું પણ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. આ અગાઉ નાણાં વર્ષ ૨૦૧૪માં  વૈશ્વિક કેન્દ્રીય બેન્કો દ્વારા લિક્વિડિટી સખત બનાવવાના કાર્યક્રમ વખતે ભારતમાં ઈક્વિટીઝની સરખામણીએ ઋણ બજારમાંથી વધુ આઉટફલોઝ જોવા મળ્યો હતો. વર્તમાન ટેપરિંગમાં સ્થિતિ સાવ ઊલટી છે અને ઋણ સાધનો કરતા ઈક્વિટીઝમાંથી વધુ આઉટફલોઝ જોવા મળ્યો છે. જે ૨૦૦૮ની નાણાંકીય કટોકટી વખતે જોવા મળ્યું હતું.

ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોથી ઈક્વિટીઝ તરફના આકર્ષણમાં વધારો થઈ રહ્યો છે. વર્તમાન વર્ષમાં ભારતીય પરિવારોનું ઈક્વિટીઝમાં ઈન્વેસ્ટમેન્ટસ વધીને ઓલ ટાઈમ હાઈ સપાટીએ જોવા મળવાની સંભાવના વ્યકત કરવામાં આવી છે. જેફરિસના તાજેતરના એક રિપોર્ટ પ્રમાણે, માર્ચ ૨૦૨૨માં ભારતીય પરિવારોની કુલ એસેટસમાંથી ૪.૮૦% એસેટસ ઈક્વિટીઝમાં રહેલી છે, જે માર્ચ ૨૦૨૧માં ૪.૩૦% હતી. વર્ષ ૨૦૨૦માં દેશના પરિવારોએ તેમની એસેટસમાંથી ઈક્વિટીઝમાં ૨.૭૦%ની ફાળવણી કરી હતી તેની સરખામણીએ હાલનો આંક ૫૭ ટકા વધુ છે. જેફરિસના રિપોર્ટ પ્રમાણે માર્ચ ૨૦૨૨માં ભારતીય કુટુંબોની એસેટસનો આંક ૧૦.૭૦ ટ્રિલિયન ડોલર રહ્યો છે.

બજારની ભાવી દિશા…. મિત્રો, અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરમાં વધારો બાદ એફપીઆઈસ ઊભરતી બજારોની ઈક્વિટીઝમાંથી પોતાના રોકાણ પાછી ખેંચી રહી હોવાનું જોવા મળી રહ્યું છે. એફપીઆઇની સતત વેચવાલીને જોતાં, એવું દેખાય છે કે, એફપીઆઇ ભવિષ્યના સંભવિત ઘટનાક્રમને ધ્યાનમાં રાખીને રણનીતિ અપનાવી રહ્યા છે. દુનિયાના વિકસીત રાષ્ટ્રોમાં મોંઘવારી વધતા મધ્યસ્થ બેન્કો વ્યાજદર વધારી રહી છે. એવું માનવામાં આવે છે કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ફુગાવાને કાબૂમાં લેવા માટે બહુ જલ્દી કડક વલણ અપનાવી શકે છે.

આગામી સમયમાં નાણાંકીય નીતિ વૈશ્વિક પરિબળોને બદલે સ્થાનિક મેક્રો- ઇકોનોમિક સ્થિતિઓ પર આધારિત રહેશે. મોંઘવારીનું દબાણ નજીકના ભવિષ્યમાં પણ ચાલુ રહેવાની શક્યતા છે. યુક્રેન પર રશિયન આક્રમણ અને રશિયા પર અસાધારણ પ્રતિબંધો લાદ્યા પછી વૈશ્વિક કોમોડિટીના ભાવ, ખાસ કરીને ક્રૂડ ઓઇલમાં તીવ્ર વધારો થયો છે, ત્યારે નજીકના મધ્યમ ગાળામાં ભાવમાં તેજી રહેવાની ધારણા છે કારણ કે પ્રતિબંધો ટૂંક સમયમાં સમાપ્ત થવાની સંભાવના નથી. ત્યારે રિઝર્વ બેંક અને મોનેટરી પોલિસી કમિટીએ પણ ફરજિયાત ફેરફારો કરવા પડશે. હાલ સૌની નજર રશિયા – યુક્રેનના તણાવ અને ક્રૂડ ઓઇલની તેજી પર છે. આગામી દિવસોમાં વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારમાં બે તરફી અફડાતફડી જોવા મળી શકે છે, તેથી દરેક ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે. બાકી મારી અંગત સલાહ મુજબ તબક્કાવાર નફો બુક કરે એ શાણો રોકાણકાર…કેમ ખરું ને..!!!

નિફ્ટી ફ્યુચર બંધ :- ( ૧૭૨૧૬ ) :- આગામી વધઘટે સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૭૦૦૭ પોઇન્ટના પ્રથમ અને ૧૬૮૦૮ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડિંગ સંદર્ભે ૧૭૩૦૩ પોઇન્ટથી ૧૭૩૭૩ પોઇન્ટ, ૧૭૪૦૪ પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૧૭૪૦૪ પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!

બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ :- ( ૩૫૬૩૭ ) :- આગામી વધઘટે સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૬૦૦૬ પોઇન્ટના પ્રથમ અને ૩૬૪૦૪ પોઇન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસ ટ્રેડિંગ સંદર્ભે ૩૫૪૭૪ પોઇન્ટથી ૩૫૨૦૨ પોઇન્ટ, ૩૫૦૦૭ પોઇન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૬૪૦૪ પોઇન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી…!!

હવે જોઇએ અંગત અભિપ્રાયરૂપી સાપ્તાહિક સ્ટોક……

) ઓરિયન્ટ ઈલેક્ટ્રિક ( ૩૦૮ ) :- કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૨૯૭ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૨૮૬ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૩૨૩ થી રૂ.૩૩૦ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે….!! રૂ.૩૪૪ ઉપર તેજી તરફી ધ્યાન…!!!

) ડેલ્ટા કોર્પ ( ૩૧૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૨૮૬ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ..!!! રૂ.૨૭૨ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૩૩૮ થી રૂ.૩૫૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!

) કોચીન શીપયાર્ડ ( ૨૯૭ ) :- રૂ.૨૮૨ નો પ્રથમ તેમજ રૂ.૨૭૦ ના બીજા સપોર્ટથી સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી આ સ્ટોક રૂ.૩૧૭ થી રૂ.૩૩૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે ….!!!

) હિન્દ પેટ્રો ( ૨૭૦ ) :- રિફાઇનરી / પેટ્રો પ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૨૮૮ થી રૂ.૨૯૨ ના ભાવની સંભાવના ધરાવે છે.!! રૂ.૨૪૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો……..!!

) ઈન્ડિયન એનર્જી એક્સચેન્જ ( ૨૨૦ ) :- રૂ.૨૦૮ નો પ્રથમ તેમજ રૂ.૧૯૭ ના સ્ટોગ સપોર્ટથી ફાયનાન્સિયલ સર્વિસ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૨૩૭ થી રૂ.૨૫૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા….!!!

) KRBL લિમિટેડ ( ૨૧૦ ) :- સ્થાનિક ફંડોની લેવાલીની શક્યતાએ આ સ્ટોકમાં રૂ.૧૯૩ આસપાસના સપોર્ટથી ડિલેવરીબેઇઝ રોકાણ રૂ.૨૩૨ થી રૂ.૨૪૦ ના ભાવની સપાટી દર્શાવે તેવી સંભાવના છે…!!

) ફિલાટેક્સ ઈન્ડિયા ( ૧૨૦ ) :- આ સ્ક્રીપમાં નજીકનો પ્રથમ રૂ.૧૦૮ ના સ્ટ્રોંગ સ્ટોપલોસે સાપ્તાહિક અંદાજીત રૂ.૧૩૩ થી રૂ.૧૪૦ ના સંભવિત ભાવની શક્યતા છે…!!

) જય કોર્પ લિ. ( ૧૧૦ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ પ્લાસ્ટિક પ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક રૂ.૯૭ આસપાસ રોકાણકારે રૂ.૧૨૩ થી રૂ.૧૩૦ ના ટાર્ગેટ ભાવની શક્યતાએ તબક્કાવાર રોકાણ કરવું. ટૂંકાગાળે રૂ.૯૦ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!

ટ્રેડીંગ સંદર્ભે ફ્યુચર સ્ટોક ધ્યાને લઈએ તો ……

) એસબીઆઈ લાઈફ ( ૧૦૯૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ આ ફ્યુચર સ્ટોક રૂ.૧૦૮૦ ના સપોર્ટથી ખરીદવાલાયક..!! લાઈફ ઇન્સ્યોરન્સ સેક્ટરનો આ સ્ટોક ટૂંકાગાળે રૂ.૧૧૧૩ થી રૂ.૧૧૩૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે….!!

) ગોદરેજ પ્રોપર્ટીઝ ( ૧૬૨૬ ) :- આ સ્ટોક રૂ.૧૬૦૬ નો પ્રથમ તેમજ રૂ.૧૫૭૦ ના બીજો અતિ મહત્વનો સપોર્ટ ધરાવે છે. ફયુચર ટ્રેડીંગ સંદર્ભે ફન્ડામેન્ટલ આ સ્ટોક રૂ.૧૬૫૩ થી રૂ.૧૬૬૦ સુધી ની તેજી તરફ રુખ  નોંધાવશે..!!

) રામકો સિમેન્ટ ( ૭૩૦ ) :- ૮૫૦ શેર નું ફયુચર ધરાવતો આ સ્ટોક રૂ.૭૧૭ નો પ્રથમ તેમજ રૂ.૭૦૭ ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! સિમેન્ટ & સિમેન્ટ પ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક સાપ્તાહિક ટ્રેડીંગલક્ષી રૂ.૭૫૭ થી રૂ.૭૬૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શક્યતા છે….!!

) TCS લિમિટેડ ( ૩૭૦૮ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૩૭૭૦ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.૩૭૯૩ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૩૬૮૮ થી રૂ.૩૬૬૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૩૮૦૮ ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!

) કોટક બેન્ક ( ૧૭૩૦ ) :- રૂ.૧૭૪૭ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૭૬૦ ના સ્ટોપલોસે વેચવાલાયક….!! ટૂંકાગાળે રૂ.૧૭૧૭ થી રૂ.૧૭૦૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૧૭૭૩ ઉપર તેજી તરફી ધ્યાન… !!

) ટાટા સ્ટીલ ( ૧૩૩૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૩૬૦ આસપાસ વેચાણલક્ષી આ સ્ટોક રૂ.૧૩૭૭ ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ.૧૩૧૭ થી રૂ.૧૨૯૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૩૯૦ ઉપર પોઝીટીવ બ્રેકઆઉટ…!!

           રોકાણ સંદર્ભે સ્મોલ સેવિંગ્ઝ સ્ટોક ધ્યાને લઈએ તો……

) વેલસ્પન ઈન્ડિયા ( ૯૬ ) :- ટેક્સટાઇલ સેક્ટરનો આ સ્ટોક ડિલેવરીબેઇઝ રૂ.૧૦૮ થી રૂ.૧૧૩ ના ભાવની સંભાવના ધરાવે છે…!! રૂ.૮૮ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!

) L&T ફાઈનાન્સ ( ૮૧ ) :- ડિલેવરીબેઇઝ રોકાણકારે હોલ્ડિંગ કંપનીઝ સેક્ટરનાં આ સ્ટોકને રૂ.૭૩ ના અતિ મહત્વના સપોર્ટથી ખરીદવાલાયક…!! સાપ્તાહિક ટ્રેડિંગ સંદર્ભે રૂ.૮૮ થી રૂ.૯૫ સુધીની તેજી તરફી રૂખ નોંધાવશે…!!!

) JM ફાઈનાન્સિયલ ( ૬૬ ) :- ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૬૦ નો પ્રથમ તેમજ રૂ.૫૩ ના સ્ટ્રોંગ સપોર્ટ થી ખરીદવાલાયક…!! હોલ્ડિંગ કંપનીઝ સેકટરનો આ સ્ટોક ટુંકાગાળે રૂ.૭૪ થી રૂ.૮૦ સુધીના ભાવની સપાટી સ્પર્શી શકે તેવી શકયતા…!!

) લેમન ટ્રી હોટેલ્સ ( ૫૫ ) :- રૂ.૪૭ આસપાસ રોકાણલક્ષી આ સ્ટોક મધ્યગાળે રૂ.૬૩ થી રૂ.૭૦ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે….!! રૂ.૭૦ ઉપર તેજી તરફી ધ્યાન…..!!

નિફટી ફયુચર રેન્જ ૧૭૦૦૭ થી ૧૭૩૭૩ પોઇન્ટ ધ્યાને લેવી…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular