Monday, January 6, 2025
Homeબિઝનેસભારતીય શેરબજારમાં વિદેશી સંસ્થાકીય અવિરત લેવાલી થકી ઐતિહાસિક તેજી યથાવત્.…!!

ભારતીય શેરબજારમાં વિદેશી સંસ્થાકીય અવિરત લેવાલી થકી ઐતિહાસિક તેજી યથાવત્.…!!

- Advertisement -

રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૩.૦૯.૨૦૨૧ ના રોજ…..

- Advertisement -

સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૫૭૮૫૨.૫૪ સામે ૫૭૯૮૩.૪૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૫૭૭૬૪.૦૭ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૪૩૦.૭૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૨૭૭.૪૧ પોઈન્ટના ઉછાળા સાથે ૫૮૧૨૯.૯૫ પોઈન્ટ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૧૭૨૪૭.૨૫ સામે ૧૭૨૬૧.૫૫ પોઈન્ટના મથાળેથી ખુલીને ૧૭૨૧૧.૦૦ પોઈન્ટના નીચા મથાળે થી નવી લેવાલી દ્વારા નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર ખરીદીનો માહોલ જોવા મળ્યો… સરેરાશ ૧૩૧.૪૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૮૪.૭૫ પોઈન્ટના ઉછાળા સાથે ૧૭૩૩૨.૦૦ પોઈન્ટ આસપાસ મજબૂતી સાથે બંધ થયેલ..!!!

- Advertisement -

સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો

સપ્તાહના અંતિમ દિવસે ભારતીય શેરબજારમાં ટ્રેડીંગની શરૂઆત અપેક્ષિત મજબૂતીએ થઈ હતી. ફંડો, મહારથીઓ, ખેલંદાઓએ દ્વારા શેરોમાં સતત ઓલ રાઉન્ડ તોફાની તેજી કરી ભારતીય શેરબજારને ફરી નવી ઐતિહાસિક ઊંચાઈએ મૂકી દીધા હતા. કોરોના સંક્રમણમાં કેરળ સહિતના રાજયોમાં વધારાએ ત્રીજી લહેરની ચિંતા છતાં આ પડકારો વચ્ચે પણ આર્થિક મોરચે વૃદ્વિ જળવાઈ રહીને ઓગસ્ટ મહિનામાં સતત બીજા મહિને જીએસટી આવક એક્ત્રિકરણ રૂ.એક લાખ કરોડથી વધુ થવાના પોઝિટીવ સમાચાર અને જૂનના અંતના જીડીપી વૃદ્વિ ૨૦.૧% પ્રોત્સાહક થવા સાથે હવે ચોમાસાની સારી પ્રગતિ અને કોર્પોરેટ પરિણામો પણ આગામી દિવસોમાં પ્રોત્સાહક નીવડવાની અપેક્ષાએ ફોરેન ફંડોએ  શેરોમાં નવેસરથી મોટાપાયે ખરીદી ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી હતી.

- Advertisement -

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં આજે અંદાજીત ૩.૫%ની તેજી નોંધાતા શેરબજારમાં માર્કેટ કેપિટલાઈઝેશન મામલે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સૌથી મોટી કંપની બની ગઈ છે. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો કોરોના મહામારી બાદ ભારતીય શેરબજારના અર્થતંત્રમાં ઝડપી રિકવરીનો અંદાજ મૂકીને આગામી દિવસોમાં કોર્પોરેટ ઈન્ડિયાની કામગીરી સારી નીવડવાની અપેક્ષાએ સતત નવી ખરીદી કરતા ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું.

બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૩૫% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૪૧% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર ટેલિકોમ, એફએમસીજી, બેન્કેક્સ અને ફાઈનાન્સ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૩૩૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૧૫૩૨ અને વધનારની સંખ્યા ૧૬૬૮ રહી હતી, ૧૩૮ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧૫૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૩૦૧ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.

બજારની ભાવિ દિશા…. મિત્રો, ઓગસ્ટ માસના અંતિમ તબક્કા દરમિયાન આઈપીઓના ડિસ્કાઉન્ટમાં લિસ્ટિંગ થતા રોકાણકારોને ભારે નુકસાન થતા સપ્ટેમ્બર માસમાં આવનારા આઈપીઓથી રોકાણકારો સાવચેતીનું વલણ અપનાવી દૂર રહે તેવી સંભાવના છે. વિતેલા ઓગસ્ટ માસ દરમિયાન આઈપીઓ થકી કંપનીઓએ અંદાજીત રૂ.૧૮૨૦૦ કરોડ ઉભા કર્યા હતા. જો કે, વિતેલા માસના અંતિમ તબક્કામાં આવેલા આઈપીઓના લિસ્ટિંગ ડિસ્કાઉન્ટમાં થતા રોકાણકારોને નુકસાન થતા તેમનું મોરલ ખરડાઈ જવા પામ્યું છે. રોકાણકારોની આ નારાજગીની સપ્ટેમ્બર માસના આઈપીઓ પર અસર થઈ શકે છે.

સપ્ટેમ્બર માસમાં ૧૦ કંપનીના આઈપીઓ રજૂ થવાની સંભાવના છે. જે પૈકી ચારથી પાંચ કંપનીઓના વેલ્યુએશન ઊંચા છે. તાજેતરમાં ઊદ્ભવેલ આ પ્રતિકૂળતાના કારણે આગામી સમયમાં રોકાણકારો આપીઓમાં રોકાણ કરતા પૂર્વે સાવચેતીનું વલણ અપનાવે તેવી સંભાવના છે. ચાલુ નાણાં વર્ષના પ્રથમ ચાર માસ દરમિયાન ૫.૭ લાખ રોકાણકારોએ આઈપીઓમાં રોકાણ કર્યું હતું. જે ગત પૂરા નાણાંકીય વર્ષ દરમિયાન પાંચ લાખ જેટલા રોકાણકારોએ રોકાણ કર્યું હતું. આમ, આઈપીઓમાં રોકાણ કરનાર રોકાણકારોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. આગામી દિવસોમાં ચોમાસાની પ્રગતિ, કોરોના સંક્રમણની સ્થિતિ અને આંતરરાષ્ટ્રીય મોરચે અફઘાનિસ્તાનની સ્થિતિ પર વૈશ્વિક બજારોની સાથે ભારતીય બજારોની નજર રહેશે.

તા.૦૬.૦૯.૨૦૨૧ ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે….

તા.૦૩.૦૯.૨૦૨૧ ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ ૧૭૩૩૨ પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર ૧૭૨૭૨ પોઈન્ટના પ્રથમ અને ૧૭૨૦૨ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે  ૧૭૩૭૩ પોઈન્ટ થી ૧૭૪૦૪ પોઈન્ટ ૧૭૪૩૪ પોઈન્ટની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચરમાં ૧૭૪૦૪ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

તા.૦૩.૦૯.૨૦૨૧ ના રોજ બેન્ક નિફ્ટી ફ્યુચર બંધ ભાવ  @ ૩૬૯૧૪ પોઈન્ટ :- આગામી સંભવિત બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૬૪૭૪ પોઈન્ટના પ્રથમ અને ૩૬૩૦૩ પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સ્ટોપલોસે ટ્રેડીંગ સંદર્ભે ૩૭૦૭૭ પોઈન્ટ થી ૩૭૧૭૦ પોઈન્ટ, ૩૭૩૭૩ પોઈન્ટ ની અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. ૩૭૩૭૩ પોઈન્ટ આસપાસ સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી….!!!

હવે જોઈએ અંગત અભિપ્રાયરૂપી ફ્યુચર સ્ટોક…..

  • બાટા ઈન્ડિયા ( ૧૭૮૦ ) :- ફૂટવેર ગ્રુપની અગ્રણી આ કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.૧૭૬૦ આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.૧૭૪૪ ના સ્ટોપલોસથી ખરીદવાલાયક આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.૧૮૦૮ થી રૂ.૧૮૧૮ નો ભાવ નોંધાવે તેવી શક્યતા છે…!! રૂ.૧૮૩૦ ઉપર તેજી તરફી ધ્યાન…!!!
  • ટાટા સ્ટીલ ( ૧૪૪૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ રૂ.૧૪૨૪ આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.૧૪૦૪ ના સપોર્ટથી ખરીદવાલાયક આ સ્ટોક રૂ.૧૪૬૩ થી રૂ.૧૪૭૦ નો ભાવ નોંધાવે તેવી સંભાવના છે…!!!
  • ઓરબિન્દો ફાર્મા ( ૭૫૯ ) :- રૂ.૭૨૭ નો પ્રથમ તેમજ રૂ.૭૧૭ ના બીજા સપોર્ટથી ફાર્મા સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.૭૭૪ થી રૂ.૭૮૦ સુધીની તેજી તરફી રુખ નોધાવશે…!!!
  • ડાબર ઈન્ડિયા ( ૬૪૧ ) :- પર્સનલ પ્રોડક્ટ સેક્ટરનો આ સ્ટોક ટૂંકા ગાળે ટ્રેડીંગલક્ષી રૂ.૬૫૩ થી રૂ.૬૬૦ ના ભાવની સંભાવના ધરાવે છે…!! અંદાજીત રૂ.૬૨૬ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • બાયોકોન લિમિટેડ ( ૩૬૩ ) :- રૂ.૦૫ ની ફેસવેલ્યુ ધરાવતા ફન્ડામેન્ટલ સ્ટ્રોંગ આ સ્ટોક રૂ.૩૪૭ ના સ્ટોપલોસ આસપાસ ખરીદવાલાયક ફાર્મા સેક્ટરનાઆ સ્ટોકમાં તેજી તરફી રૂ.૩૭૦ થી રૂ.૩૭૭ આસપાસ નફાલક્ષી ધ્યાન ઉત્તમ…!!!
  • કોટક બેન્ક ( ૧૭૯૭ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ બેન્ક સેક્ટરનો આ સ્ટોક રૂ.૧૮૧૮ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૧૭૮૦ થી રૂ.૧૭૬૭ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૧૮૩૩ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • અદાણી એન્ટરપ્રાઈઝ ( ૧૫૭૪ ) :- રૂ.૧૬૦૬ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૧૬૨૦ ના સ્ટોપલોસે વેચવાલાયક..!! તબક્કાવાર રૂ.૧૫૬૦ થી રૂ.૧૫૨૭ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૧૬૩૩ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!
  • સિપ્લા લિમિટેડ ( ૯૪૧ ) :- ફાર્મા સેકટરનો આ સ્ટોક છેતરામણા ઉછાળે રૂ.૯૭૦ ના સ્ટોપલોસથી વેચાણલાયક…!! પ્રત્યાઘાતી ઘટાડે રૂ.૯૨૭ થી રૂ.૯૧૯ ના ભાવની સપાટી આસપાસ નફો બુક કરવો…!!!
  • JSW સ્ટીલ ( ૬૯૩ ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ આયર્ન & સ્ટીલ / ઇન્ટરમ. પ્રોડક્ટ્સ સેક્ટરનો આ સ્ટોક રૂ.૭૦૭ આસપાસ નફારૂપી વેચવાલી થકી રૂ.૬૮૦ થી રૂ.૬૬૭ ના ટાર્ગેટ ભાવની શક્યતા ધરાવે છે. ટ્રેડીંગલક્ષી રૂ.૭૧૭ નો સ્ટોપલોસ ધ્યાને લેવો…!!!
  • સન ટીવી નેટવર્ક ( ૪૯૨ ) :- ૫૧૩ આસપાસ ઓવરબોટ પોઝીશન નોંધાવતા આ સ્ટોક રૂ.૫૨૦ ના સ્ટોપલોસે વેચવાલાયક આ સ્ટોક રૂ.૪૭૭ થી રૂ.૪૬૪ નો ભાવ દર્શાવે તેવી સંભાવના છે…!! રૂ.૫૩૩ ઉપર તેજી તરફી ધ્યાને લેશો…!!!

લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે

ખાસ નોંધ : – ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!

( Note :- Before act Please Agree Disclaimer, Terms & Condition, Privacy Policy & Agreement on https://www.nikhilbhatt.in )

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular