Sunday, December 22, 2024
Homeરાજ્યગુજરાતદરિયાઇ સુરક્ષામાં કરાર આધારિત કર્મચારીઓની મહત્વની ભૂમિકા !

દરિયાઇ સુરક્ષામાં કરાર આધારિત કર્મચારીઓની મહત્વની ભૂમિકા !

સોમનાથ મંદિરની સુરક્ષા ભગવાન ભરોસે, બે દિવસથી મરિન પોલીસનું પેટ્રોલિંગ બંધ !

- Advertisement -

- Advertisement -

દેશમાં વઘી ગયેલા નશાકારક પદાર્થોની હેરાફેરીના લીઘે દરિયાઇ સુરક્ષા સામે સવાલો ઉઠી રહયા છે. એવા સમયે અરબી સમુદ્રના દરિયાકિનારે આવેલ ઝેડ પ્લસ સુરક્ષા ઘરાવતા જગવિખ્યાત સોમનાથ મંદિરની દરિયાઇ સુરક્ષા માટે સજ્જ મરીન પોલીસની મૂંઝવણ વધી છે. મંદિરના દરિયામાં પેટ્રોલીંગ કરતી મરીન પોલીસની સ્પીડ બોટના કરાર આઘારિત કર્મચારીઓને છુટા કરી દેવાનો આદેશ રાજયના ગૃહ વિભાગ હસ્તકની દરિયાઇ સુરક્ષા કચેરીએ કરી હોવાથી છેલ્લા બે દિવસથી સોમનાથ મંદિરની સમીપના દરિયામાં થતું પેટ્રોલીંગ બંઘ થઇ ગયુ છે. જેના લીધે સોમનાથ મંદિરની ઝેડ પ્લસ સુરક્ષા સામે સવાલો ઉભા થયા છે.

હાલના દિવસોમાં દરિયાઇ માર્ગે મોટાપાયે ગેરકાયદેસર કારોબારના માલ-સામાનની હેરાફેરી થતી હોવાનું સામે આવ્યુ છે. જેમાં ખાસ કરીને તાજેતરમાં જ પાકિસ્તાન, અફઘાનિસ્તાન તરફના દરિયા માર્ગે પરથી ભારતના પશ્ચિમ દરિયાકાંઠના બંદરો પર ડ્રગ્સ જેવા નશાકારક પદાર્થોની વ્યાપક હેરાફેરી થતી હોવાનો ભાંડાફોડ ભારતીય સુરક્ષા એજન્સીઓએ કર્યો છે. ત્યારે દેશના પશ્ચિમ દરીયાકિનારાના બંદરો અને કિનારા નજીક આવેલા પ્રખ્યાત ઘાર્મિક સ્થાનો અને મહત્વપૂર્ણ સ્થળોની સુરક્ષા સતર્ક કરી દઇ તેના પર સુરક્ષા એજન્સીઓ ખાસ ઘ્યાન આપી રહી છે. એવા સમયે જ દેશના પશ્ચિમ દિશામાં ગુજરાતના અરબી સમુદ્ર કિનારે આવેલ ઝેડ પ્લસ સુરક્ષા ઘરાવતા જગવિખ્યાત સોમનાથ મંદિરની સુરક્ષા સામે સવાલ ઉભા થયાની ચોકાવનારી હકકીત સામે આવી છે.

- Advertisement -

પ્રાપ્ત વિગતો મુજબ સોમનાથ મંદિર દરિયાકિનારે આવેલુ હોવાથી રાજય સરકાર દ્રારા મંદિર નજીક જ સોમનાથ મરીન પોલીસ સ્ટેશન કાર્યરત કરાયુ છે. મંદિરના દરિયામાં રાઉન્ડ ધ કલોક પેટ્રોલીંગ કરવા માટે મરીન પોલીસને એક સ્પીડ બોટ ફાળવવામાં આવી છે. જેના સંચાલન માટે રાજયના ગૃહ વિભાગ હસ્તકની દરિયાઇ સુરક્ષા કચેરી દ્રારા સ્પીડ બોટ ચલાવવા માટે કરાર આઘારિત સ્ટાફની ભરતી કરી હતી. જે સ્ટાફનો કરાર બે દિવસ પૂર્વે તા.12 ઓકટોમ્બરના રોજ પુરો થઇ જતા છુટા કરી દેવામાં આવ્યા છે. જેના લીઘે છેલ્લા બે દિવસથી સોમનાથ મંદિરના દરિયામાં મરીન પોલીસનું દરીયાઇ પેટ્રોલીંગ બંઘ થઇ ગયુ હોવાથી સુરક્ષાને લઈ સવાલો ઉઠ્યા છે.

દેશમાં એક તરફ દરિયાઇ સુરક્ષા સામે સવાલો ઉભા થઇ રહ્યા છે. તો બીજી તરફ દેશના કરોડો હિન્દુઓની આસ્થાના ઘામ એવા સોમનાથ મહાદેવના મંદિરની સુરક્ષા સામે સવાલ ઉભા કરનારી ચોકાવનારી હકકીત સામે આવી છે. દેશની સુરક્ષા માટે મહત્વપુર્ણ ગણાતા એવા દરિયાની સુરક્ષા સંભાળતા વિભાગમાં કાયમી કર્મચારીઓની નિમણૂક કરવાના બદલે કરાર આઘારિત ભરતી કરવાની નીતિ વ્યાજબી ન હોવાનું જાણકારો જણાવી રહ્યા છે. જયારે આ મામલે સોમનાથ મરીન પોલીસના ઇન્ચાર્જ અઘિકારી એન.એમ.આહીરને પુછતા જણાવેલ કે, ઉપરીકક્ષાએથી કરાર આઘારિત કર્મચારીઓને કરાર પૂર્ણ થતા છુટા કરી દેવાની સુચના હોવાથી બે દિવસ પૂર્વે છુટા કરી દેવાયા છે. જેના લીઘે બે દિવસથી દરીયાઇ પેટ્રોલીંગ બંઘ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular