Thursday, January 16, 2025
Homeરાષ્ટ્રીયકોરોનાનો સામનો કરવો ગરીબ દેશોને 675 અબજ ડોલર આપશે IMF

કોરોનાનો સામનો કરવો ગરીબ દેશોને 675 અબજ ડોલર આપશે IMF

- Advertisement -

ઈન્ટરનેશનલ મોનેટરી ફંડે કોરોના વાયરસ અ્ને મંદી સામે ઝઝૂમી રહેલા દુનિયાના ગરીબ દેશોને 675 અબજ ડોલરની મદદ કરવા માટે લીલી ઝંડી આપી છે. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડના કહેવા પ્રમાણે આ એક ઐતહાસિક નિર્ણય છે અને તેના કારણે અભૂતપૂર્વ સંકટ સામે ઝઝૂમી રહેલી દુનિયાની ઈકોનોમીને મદદ મળશે. ખાસ કરીને ગરીબ દેશોને કોરોનાની સામે લડવા માટે આ રકમ ઉપયોગી બનશે. 23 ઓગસ્ટથી તેના પર કાર્યવાહી શરૂ કરવામાં આવશે.

ઈન્ટરનેશનલ મોનેટરી ફંડે કહ્યુ હતુ કે, દુનિયાના સૌથી ગરીબ દેશોને 675 અબજ ડોલર આપવામાં આવશે. ધનિક દેશો સ્વેચ્છાએ ગરીબ દેશોને મદદ કરી શકે છે. ઉલ્લેખનિય છે કે, ઈન્ટરનેશનલ મોનેટરી ફંડના ભંડોળમાં વધારો કરવા માટે ટ્રમ્પ સરકારે ઈન્કાર કરી દીધો હતો પણ અમેરિકામાં બાઈડન સરકારે તેનુ સમર્થન કર્યુ હતુ.

તાજેતરમાં ઈન્ટરનેશનલ મોનેટરી ફંડના ચીફ ઈકોનોમિસ્ટ ગીતા ગોપીનાથે પણ કહ્યુ હતુ કે, નાના વેપારીઓની સ્થિતિ સુધારવા માટે ભારત સરકારે તેને પેકેજ આપવાની જરૂર છે. બીજી તરફ ગરીબો માટે મફત ભોજન તેમજ સારવાર માટે ભારતના પ્રયાસોના તેમણે વખાણ કર્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular