જોડિયા તાલુકાના પીઠડ ગામમાં રહેતા યુવાન ઉપર પત્નીને ખરાબ નજરે જોવાની શંકા રાખી એક શખ્સે લોખંડના પાઈપ વડે હુમલો કરી પતાવી દેવાની ધમકી આપી હતી.
આ અંગેની વિગત મુજબ, જોડિયા તાલુકાના પીઠડ ગામમાં રહેતો અને ખાનગી કંપનીમાં નોકરી કરતો નરેશ ગોવિંદ પઢિયાર નામના યુવાન ઉપર રમેશ હમીર ચૌહાણ નામના શખ્સની પત્ની સામે નરેશ ખરાબ નજરે જોતો હોવાનું મનદુ:ખ રાખી મંગળવારે રાત્રિના સમયે નરેશ ઉપર લોખંડના પાઈપ વડે માથામાં અને પગમાં માર મારી ઈજા પહોંચાડી પતાવી દેવાની ધમકી આપી હતી. હુમલાના બનાવ બાદ યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં એએસઆઈ પી.ડી. જરૂ તથા સ્ટાફે નરેશના નિવેદનના આધારે રમેશ વિરુધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.