Saturday, December 6, 2025
Homeરાજ્યહાલારપત્ની ઘર છોડીને જતા પતિએ જિંદગી ટૂંકાવી

પત્ની ઘર છોડીને જતા પતિએ જિંદગી ટૂંકાવી

દ્વારકા તાલુકાના કુરંગા ગામે રહેતા બોઘાભા અરજણભા માણેક નામના 30 વર્ષના યુવાને પોતાના ઘરે પોતાના હાથે ઘરની છતના હુકમાં દોરી બાંધીને ગળાફાંસો ખાઈ લેતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું.

- Advertisement -

મૃતક બોઘાભાને દારૂ પીવાની ટેવ હોય અને દારૂનું આ વ્યસન તેનાથી છૂટતું ન હોવાથી દારૂના વ્યસનના કારણે કંટાળી ગયેલા તેમના પત્ની માજીબેન માવતરે જતા રહ્યા હતા. જેથી એકલતાભર્યું જીવન જીવતા બોઘાભા માણેકએ કંટાળીને આ પગલું ભર્યું હોવા અંગેની જાણ મૃતકના નાનાભાઈ જીલુભા અરજણભા માણેક (ઉ.વ. 27) એ દ્વારકા પોલીસને કરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular